GUJARAT CORONA UPDATE: કોરોનાના કેસમાં સૌથી મોટો ઘટાડો, પરંતુ મોતનો આંકડો ખતરનાક રીતે વધ્યો

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 135148 કુલ કેસ છે. જે પૈકી 284 વેન્ટિલેટર પર છે. 134864 નાગરિકો સ્ટેબલ છે. 9,30,938 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10274 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: કોરોનાના કેસમાં સૌથી મોટો ઘટાડો, પરંતુ મોતનો આંકડો ખતરનાક રીતે વધ્યો

ગાંધીનગર: ગુજરાતમાં ગઈકાલ (રવિવાર)ની સરખામણીએ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે નવા 13,805 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 13,469 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.49 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,70,290 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 135148 કુલ કેસ છે. જે પૈકી 284 વેન્ટિલેટર પર છે. 134864 નાગરિકો સ્ટેબલ છે. 9,30,938 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10274 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 25 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. 

ગુજરાતમાં કોરોનાના 13,805 કેસની વાત કરીએ તો આજે કેસમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ મોતના આંકડો આશ્ચર્યજનક રીતે વધ્યો છે અને 25ના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 4, 441  કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં નવા 1374  કેસ, વડોદરામાં 3255 , રાજકોટમાં  1149 કેસ, ગાંધીનગરમાં 473, ભાવનગરમાં 322 કેસ, જામનગરમાં 183, જૂનાગઢમાં 85 કેસ, કચ્છમાં 282, મોરબીમાં 267, પાટણમાં 242 કેસ, મહેસાણામાં 231, ભરૂચમાં 190, નવસારીમાં 160 કેસ, બનાસકાંઠામાં 156, આણંદમાં 150 કેસ, વલસાડમાં 141, સુરેન્દ્રનગરમાં 113 કેસ, અમરેલીમાં 109, ખેડામાં 89, પંચમહાલમાં 76 કેસ, નર્મદામાં 57, પોરબંદરમાં 52, સાબરકાંઠામાં 45 કેસ, ગીર સોમનાથમાં 43, દાહોદમાં 39 કેસ, તાપીમાં 19, છોટા ઉદેપુર અને મહિસાગરમાં 17 - 17, અરવલ્લીમાં 14, દ્વારકામાં 7 કેસ, બોટાદમાં 6 અને ડાંગ 1 કેસ નોંધાયા છે. 

No description available.

અમદાવાદ કોર્પોરેશનમાં 06, સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનાં 2, વડોદરામાં 1, કચ્છમાં 1, સુરત 1, મહેસાણામાં 1, વલસાડમાં 1, નવસારીમાં 1, જામનગર કોર્પોરેશનમાં 3, પંચમહાલ 1, ભાવનગરમાં 1 સહિત કુલ 25 લોકોનાં મોત નિપજ્યાં છે. 

આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન  વર્કર પૈકી 11 ને પ્રથમ 344 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4809 ને પ્રથમ 18789 ને રસીનો બીજો ડોઝ 22239 ને અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 48791 ને ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 24972 રસીના ડોઝ જ્યારે 50335 ને પ્રીકોશન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ 1,70,290 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,65,15,617 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news