સપા નેતાએ છોકરીને બનાવી બંધક? અખિલેશે સાંભળ્યું નહી માતાનું દર્દ, ઢસડીને હટાવી

સંબિત પાત્રાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, 'સમાજ પ્રત્યે સમાજવાદની અસંવેદનશીલતા જુઓ.... સપા નેતાના પુત્ર રજોલ સિંહે પુત્રીને બંધક બનાવી છે, ન્યાય માટે જ્યારે પીડિતાની માતા સપા કાર્યાલય બહાર અખિલેશજીને મળવા આવી તો અખિલેશજી પીડિતાની માતાને મળવાને બદલે તેને ઢસડીને હટાવી દીધી. સમાજવાદનું આ ન્યાયી મોડલ છે.

સપા નેતાએ છોકરીને બનાવી બંધક? અખિલેશે સાંભળ્યું નહી માતાનું દર્દ, ઢસડીને હટાવી

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા સુરક્ષા અને મહિલા સન્માનની મોટી મોટી વાતો કરતી સમાજવાદી પાર્ટીએ એક માતાના દર્દની અવગણના કરી. એટલું જ નહીં, પીડિતાની માતા જ્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવની ઓફિસે પહોંચી તો તેને રસ્તામાંથી ખેંચીને હટાવી દેવામાં આવી. મહિલા સાથે ગેરવર્તણૂંકનો વીડિયો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યો છે.

સંબિત પાત્રાએ સમાજવાદી પાર્ટીને ઘેરી
સંબિત પાત્રાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, 'સમાજ પ્રત્યે સમાજવાદની અસંવેદનશીલતા જુઓ.... સપા નેતાના પુત્ર રજોલ સિંહે પુત્રીને બંધક બનાવી છે, ન્યાય માટે જ્યારે પીડિતાની માતા સપા કાર્યાલય બહાર અખિલેશજીને મળવા આવી તો અખિલેશજી પીડિતાની માતાને મળવાને બદલે તેને ઢસડીને હટાવી દીધી. સમાજવાદનું આ ન્યાયી મોડલ છે.

सपा नेता के पुत्र रजोल सिंह ने बेटी को बंधक बनाया हुआ है, न्याय के लिए माँ जब सपा कार्यालय के बाहर अखिलेश जी से मिलने आई तो अखिलेश जी ने पीड़िता की मां से मिलने के बजाय उन्हें घसीट कर के हटवा दिया..

समाजवाद का यही न्याय मॉडल है। pic.twitter.com/htFA3UprFm

— Sambit Patra (@sambitswaraj) January 24, 2022

સપા નેતા રાજોલ સિંહ પર ગંભીર આરોપો
આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો શું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અખિલેશ યાદવને ફરિયાદ કરવા આવેલી મહિલા ઉન્નાવની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહિલાનો આરોપ છે કે ઉન્નાવના દબંગ નેતા રાજોલ સિંહના પુત્રએ તેની પુત્રીને બંધક બનાવી છે.

ક્યાંય થઈ રહી નથી પીડિતાની માતાની સુનાવણી
મહિલાએ જણાવ્યું કે પુત્રીને બચાવવા માટે તે ઘણા દિવસોથી પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓને આજીજી કરી રહી છે, પરંતુ તેને ક્યાંય સાંભળવામાં આવી રહી નથી. જ્યારે મહિલા સપા પ્રમુખ અખિલેશ યાદવ પાસે પોતાનું દર્દ વ્યક્ત કરવા પહોંચી તો તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. તેમને અખિલેશ યાદવને મળવા દેવામાં આવ્યા ન હતા અને તેમને રસ્તામાંથી ખેંચી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news