સપાએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અખિલેશ કરહલ તો આઝમ ખાન આ સીટ પરથી લડશે ચૂંટણી

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અખિલેશ યાદવ સતત યુપીમાં સપા સરકારની વાપસીનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

સપાએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અખિલેશ કરહલ તો આઝમ ખાન આ સીટ પરથી લડશે ચૂંટણી

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અખિલેશ યાદવ સતત યુપીમાં સપા સરકારની વાપસીનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાંથી અખિલેશના કરહાલ સીટ પરથી ચૂંટણી લડવાની પુષ્ટિ થઈ છે.

આ સિવાય પૂર્વ મંત્રી અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને રામપુરથી ટિકિટ આપવામાં આવી છે. અમાપુરથી સત્યભાન શાક્ય, પીલીભીતથી શૈલેન્દ્ર ગંગવાર અને લખીમપુર ખીરીની નિઘાસન સીટથી આરએસ કુશવાહને ટિકિટ આપવામાં આવી છે.

ગોલા ગોકર્ણનાથથી વિનય તિવારીને ટિકીટ મળી છે, જ્યારે લખીમપુર ખીરીથી ઉત્કર્ષ વર્મા અને અનિલ વર્માને હરદોઈથી ટિકિટ મળી છે. ઉંચાહાર સીટ પરથી મનોજ પાંડે, ફર્રુખાબાદથી સુમન મૌર્ય, કાનપુરની આર્યનગર સીટ પરથી અમિતાભ બાજપેયી, બુંદેલખંડની નરૈની સીટ પરથી દદગુ પ્રસાદને ટિકિટ આપવામાં આવી છે.

— Samajwadi Party (@samajwadiparty) January 24, 2022

ભાજપના સાથી પક્ષ અપના દળ (સોનેલાલ) એ હૈદર અલી ખાનને રામપુરની સ્વાર વિધાનસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વર્ષ 2017માં અબ્દુલ્લા આઝમ ખાને એસપીની ટિકિટ પર સ્વાર વિધાનસભા ક્ષેત્રમાંથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.

રામપુરના સપા સાંસદ આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને લગભગ બે વર્ષ બાદ સીતાપુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ફરીથી સપામાંથી ચૂંટણી લડવાના છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news