ચીનથી ભાવનગર આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, નવા વેરિયન્ટથી સંક્રમિત હોવાની આશંકા
ઓમિક્રોનના સબ વેરિયન્ટ બીએફ.7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં એક બાદ એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે. પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં નોંધાયો છે.
Trending Photos
ભાવનગર: ચીનમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે આ તમામ વાતો વચ્ચે ભારતમાં હવે ચિંતા વધી ગઈ છે. ચીનમાંથી ગુજરાતના ભાવનગરમાં પાછા ફરેલા એક શખસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના સેમ્પલ ગાંધીનગર લેબમાં જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. 34 વર્ષીય વેપારી કામના કારણે ચીન ગયા હતા. 19 ડિસેમ્બરે ભારત પાછા ફર્યા બાદ તેમની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેઓ કોરોના પોઝિટિવ નીકળ્યા છે.
ચીનથી આવેલા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે. યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના ટેસ્ટ કરાયા હતા. કોરોના ટેસ્ટમાં યુવાનની પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ માટે રિપોર્ટ ગાંધીનગર મોકલાયો છે.
ઓમિક્રોનના સબ વેરિયન્ટ બીએફ.7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં એક બાદ એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે. પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં નોંધાયો છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં ચીનમાંથી આવેલા એક શખ્સનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર લાગ્યું કામે છે. ચીન આવેલા વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા યુવકને હોમ આઇસોલેશન કરવામાં આવ્યો છે, યુવકનાં પોઝિટિવ લક્ષણો જણાવતા BF.7 ની જિનોમ સિકવન્સ માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે.
ભારતમાં હજુ સુધી બીએફ.7 વેરિએન્ટના 4 કેસ મળી ચૂક્યા છે. તેમાંથી બે ગુજરાતીમાંથી મળી આવ્યા છે. જો કે, ભારતમાં કોઈ પણ દર્દીમાં ગંભીર લક્ષણ દેખાયા નથી. બીએફ.7 વેરિએન્ટે ચીનમાં વર્તમાન સ્થિતિ માટે જવાબદાર ગણવામાં આવે છે. ચાઇનામાં આ વેરિએન્ટે ઘણી તબાહી મચાવી છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેંટ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ચીન અને અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે મુસાફરીના 72 કલાક પહેલા કરવામાં આવેલા RT-PCR ટેસ્ટની વિગતો અથવા રસીકરણના પૂરાવા પૂરા પાડવા માટે 'એર સુવિધા' ફોર્મને ફરીથી ફરજિયાત બનાવવાનું વિચારી રહ્યું છે. ચીન અને કેટલાક અન્ય દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દેશમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક ભાગોમાં કેસોમાં તાજેતરના વધારાને કારણે, ચીન અને અન્ય દેશોથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર રેન્ડમ સ્ક્રીનીંગ કરવામાં આવશે.
કોરોનાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. અગાઉ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે કહ્યું હતું કે કોરોના મહામારી હજી પુરી થઈ નથી. તેથી દરેક વ્યક્તિએ રસી લેતી વખતે સાવચેત રહેવું જોઈએ. તેમણે કહ્યું કે આવતા તહેવાર અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને, રાજ્યોને માસ્ક પહેરવા, હાથ ધોવા, સ્વચ્છતા અને સામાજિક અંતર જાળવવા જેવા પ્રોટોકોલ વિશે જાગૃત રહેવા અને લોકોમાં જાગૃતિ લાવવાની સલાહ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે