BTP સાથે છુટાછેડા અને પ્રણવ મુખર્જીએ સોનિયા ગાંધી પર કરેલા પ્રહારો મુદ્દે કોંગ્રેસનાં ગોળગોળ જવાબ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા લખાયેલા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસે રાજકીય ફોકસ જ ગુમાવી દીધું હતું. 2014ની હાર માટે મનમોહન સિંહ અને સોનિયા ગાંધી જવાબદાર હતા. સોનિયા ગાંધી કોંગ્રેસને સંભાળી શકે તેમ નહી હોવા છતા પણ તેઓ સત્તાની લાલસાને કારણે પોતાનું પદ છોડી શક્યા નહી જેનું નુકસાન કોંગ્રેસ પક્ષે ભોગવવું પડ્યું હતું. 2014 બાદ ન માત્ર કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે પરંતુ વિવિધ રાજ્ય સ્તરે પણ ફેંકાવા લાગી હતી. 
BTP સાથે છુટાછેડા અને પ્રણવ મુખર્જીએ સોનિયા ગાંધી પર કરેલા પ્રહારો મુદ્દે કોંગ્રેસનાં ગોળગોળ જવાબ

અમદાવાદ : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા લખાયેલા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસે રાજકીય ફોકસ જ ગુમાવી દીધું હતું. 2014ની હાર માટે મનમોહન સિંહ અને સોનિયા ગાંધી જવાબદાર હતા. સોનિયા ગાંધી કોંગ્રેસને સંભાળી શકે તેમ નહી હોવા છતા પણ તેઓ સત્તાની લાલસાને કારણે પોતાનું પદ છોડી શક્યા નહી જેનું નુકસાન કોંગ્રેસ પક્ષે ભોગવવું પડ્યું હતું. 2014 બાદ ન માત્ર કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે પરંતુ વિવિધ રાજ્ય સ્તરે પણ ફેંકાવા લાગી હતી. 

પ્રણવ મુખર્જીના પુસ્તકમાં થયેલા દાવા અંગે ગોળ ગોળ જવાબ
જો કે ભાજપને કોઇ પણ મુદ્દે આક્રમક થઇને ઘેરતી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે ગોળગોળ જવાબો આપ્યા હતા. પરેશ ધાનાણીએ તો કોઇ પ્રતિક્રિયા જ આપવાની ના પાડી દીધી હતી. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, પ્રણવ મુખર્જીના પુસ્તકનો હજી સુધી મે અભ્યાસ કર્યો નથી. માત્ર માધ્યમો થકી જ આ બાબતે મને જાણવા મળ્યું છે. જેથી અભ્યાસ કર્યા વગર હું આ બાબતે ટીપ્પણી કરી શકું નહી. જો કે તેઓ આ તકે પણ રાષ્ટ્રીય નેતૃત્વનાં ગુણગાન કરવાનું ચુક્યા નહોતા. તેમણે કહ્યું કે, મનમોહન સિંહ સરકારમાં અનેક નાગરિકોનાં હિતેચ્છુ કાયદાઓ આવ્યા. જેમાં ફુડ સિક્યુરિટી એક્ટથી માંડીને મનરેગા સહિતની અનેક યોજનાઓ છે. જે કોરોના કાળમાં લોકોને ખુબ જ ઉપયોગી નિવડ્યા હતા. જો આ કાયદો ન હોત તો લોકડાઉન દરમિયાન 20 કરોડ લોકો અનાજ વગર પરેશાન થયા હોત તેવો દાવો પણ તેમણે કર્યો હતો. જો કે સાથે તેમણે હાલમાં જ કેન્દ્રીય નેતૃત્વમાં પણ પક્ષ વિરોધી નિવેદન અંગે પુછતા તેમણે દબાયેલા સ્વરે પણ જણાવ્યું હતું કે, કેટલાક નેતાઓ પોતાની મહત્વકાંક્ષા સંતોષવા માટે આવા નિવેદનો કરતા હોય છે. જો કે આ શબ્દોને તેમણે પક્ષની લોકશાહીનાં શબ્દોમાં જબોળીને કહ્યાં હતા. 

હજુ મેં ટ્વિટ જોયું નથી BTP સત્તાવાર જાહેરાત કરે, પછી વાત કરીશું: ચાવડા
રાજસ્થાન બાદ ગુજરાતમા પણ બીટીપીએ કોંગ્રેસ સાથે સત્તાવાર છેડો ફાડી નાખ્યો છે. બીટીપીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, ગુજરાત કોંગ્રેસ સાથે રહેલા ૬ વિધાનસભા અને ૨ જિલ્લા પંચાયત રહેલા ગંઠબંધન તોડી રહી છીએ. આ મુદ્દે પૂછવાનાં આવેલ પ્રશ્ન પર  કોંગ્રેસ પ્રમુખ અમિચ ચાવડા જવાબ આપતા કહ્યું હતું. હજુ મેં ટ્વિટ જોયું નથી.BTP સત્તાવાર જાહેરાત કરે, પછી વાત કરીશું. 

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને વળતર અંગે મુખ્યમંત્રી એ આપેલા નિવેદન બાદ વિધાનસભા નેતાવિપક્ષ પરેશ ધાનાણી એ નિવેદન આપી જણાવ્યું કે, માવઠાથી થયેલા નુકસાનની સરકારે ખેડૂતોને સો ટકા વળતર આપવું જોઈએ. મંદી, મોંઘવારી વચ્ચે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે, આ અગાઉ  અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થયું હતું, ત્યારે સરકારે પાક નુકશાનનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી, પરંતુ હજીસુધી પૂર્ણ સહાય મળી નથી ત્યારે કમોસમી માવઠાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. સરકાર માવઠાથી થયેલા નુકસાનનો જલ્દીથી સર્વે કરાવે અને ખેડૂતોને સો ટકા વળતર આપે. આ સિવાય વીજળી બિલ તેમજ ડીઝલના ભાવ પણ ઘટાડવામાં આવે કે જેનાથી ખેડૂત પગભર થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news