BIG NEWS: ગુજરાતમાં 70 IPSની એકઝાટકે બદલી, અમદાવાદના નવા CP મલિક
અમદાવાદના પોલીસ કમિશ્નરનું પણ નામ જાહેર કરાયું છે. 15થી વધુ જિલ્લાઓના DSP સહિત પોલીસ કમિશનર અને રેન્જ IG સહિતની બદલીઓ થશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર બદલીઓનું ભૂત ધ્રૂણ્યું છે. જેમાં એક ઝાટકે 70 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ઘણા સમયથી રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને અટકળો ચાલતી હતી. આખરે આ બદલીનો ઓર્ડર આવી ગયો છે. આ સાથે રેન્જ આઈજીની પણ બદલી કરવામાં આવી છે.
હવે અમદાવાદને ફૂલ ટાઈમ પોલીસ કમિશનર મળ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે અમદાવાદ શહેરને નવા કમિશનર મળ્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે પ્રેમ વીર સિંહને અમદાવાદ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. નિલેશ જાંઝળીયાને જુનાગઢ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. આ ઉપરાંત ડેપ્યુટેશન પર ગયેલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
થોડા સમય પહેલા ZEE 24 કલાકે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે 50થી વધુ IPS અધિકારીઓની બદલી થશે. આજે CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી છે. જેમાં 50થી વધુ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર થવાના અણસાર આપ્યા હતા. આ સિવાય અમદાવાદના પોલીસ કમિશ્નરનું પણ નામ જાહેર કરાયું છે. 15થી વધુ જિલ્લાઓના DSP સહિત પોલીસ કમિશનર અને રેન્જ IG સહિતની બદલીઓ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે