અંજૂને પાકિસ્તાન સરકાર આપશે નોકરી... આ છે તેનો ભવિષ્યનો પ્લાન, નસરૂલ્લાએ જણાવી સમગ્ર હકીકત

Anju Nasrullah Pakistan News: પાકિસ્તાની નસરૂલ્લાએ દાવો કર્યો છે કે અંજૂ ભારતથી પોતાના બાળકોને પરત લઈને પાકિસ્તાન આવશે અને અહીં સરકાર તેને નોકરી આપશે. એટલું જ નહીં નસરૂલ્લાએ જણાવ્યું કે ઇસ્લામ અપનાવવાને કારણે અંજૂને જલદી પાકિસ્તાનની નાગરિકતા મળી જશે. નસરૂલ્લાના આ દાવાથી અંજૂની પોલ ખુલી ગઈ છે. 
 

અંજૂને પાકિસ્તાન સરકાર આપશે નોકરી... આ છે તેનો ભવિષ્યનો પ્લાન, નસરૂલ્લાએ જણાવી સમગ્ર હકીકત

ઇસ્લામાબાદઃ ભારતથી પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચેલી અંજૂના મામલામાં નવો વળાંક આવ્યો છે. અંજૂ જે હવે ફાતિમા બની ગઈ છે, તેના પાકિસ્તાની પતિ નસરુલ્લાએ દાવો કર્યો છે કે હવે પાકિસ્તાની સરકાર અંજૂને નોકરી અને ઘર આપશે. એટલું જ નહીં નસરૂલ્લાએ તે પણ દાવો કર્યો કે તે અંજૂ ભારત જઈને પોતાના બાળકોને લઈ પરત આવશે. તેણે કહ્યું કે અંજૂ આ બધુ પોતાની મરજીથી કરી રહી છે. નસરુલ્લાએ જણાવ્યું કે ઇસ્લામ અપનાવવાને કારણે અંજૂને જલદી પાકિસ્તાની નાગરિકતા મળી જશે.

ભારતની એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં નસરૂલ્લાએ આશંકા વ્યક્ત કરી છે કે ભારત જવા પર અંજૂની હત્યા થઈ શકે. તેણે દાવો કર્યો છે કે અંજૂનું કહેવું છે કો જો હું ભારત પરત ફરૂ તો ક્યાંક મારા પર હુમલો ન થાય. નસરુલ્લાએ જણાવ્યું કે અંજૂ ઓગસ્ટ મહિનામાં ભારત આવશે. ત્યારબાદ અંજૂ પોતાના બાળકોને લઈને ભારતથી પાકિસ્તાન પરત આવી જશે. તેમણે કહ્યું કે બાળકોને અત્યારે ઇસ્લામ ધર્મમાં સામેલ કરવામાં આવશે નહીં. નસરૂલ્લાએ કહ્યુ કે જો અંજૂ પોતાના બાળકોને લઈને પાકિસ્તાન નહીં આવે તો હું ભારત જઈશ અને બંનેને લઈને આવીશ.

અંજૂએ કેમ સ્વીકાર કર્યો ઇસ્લામ, નસરૂલ્લાએ જણાવ્યું કારણ
નસરુલ્લાએ કહ્યું કે અમારી તરફથી અંજૂ પર કોઈ દબાણ કરવામાં આવી રહ્યું નથી. તેણે કહ્યું કે અંજૂ તેના પતિથી 3 વર્ષથી અલગ રહેતી હતી અને તેણે કોર્ટમાં છૂટાછેડા માટે અપીલ કરી હતી. નસરુલ્લાએ આશંકા વ્યક્ત કરી હતી કે ભારતમાં હિન્દુઓ અંજૂ પર હુમલો કરી શકે છે, મને આનો ડર છે. નસરુલ્લાએ દાવો કર્યો હતો કે બાળકોના કારણે અંજૂ ભારત પરત જઈ રહી છે. તેણે કહ્યું કે અંજૂ વિઝા પૂરો થાય તે પહેલા જ ભારત જશે. તેણે ખુલાસો કર્યો કે અંજૂને પાકિસ્તાન સરકાર નોકરી આપશે.

નસરૂલ્લાએ જણાવ્યું કે અંજૂ પોતાના બાળકોના પાસપોર્ટ માટે અરજી કરશે. તેણે કહ્યું કે જો કોઈ વિદેશથી પાકિસ્તાન પહોંચે છે અને ઈસ્લામ ધર્મ અપનાવે તો તેને જલદી નાગરિકતા મળી જશે. નસરૂલ્લાએ સ્પષ્ટ કર્યું છે કે તેણે અંજૂ સાથે લગ્ન કર્યાં છે અને તેને છોડશે નહીં. નસરૂલ્લાએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની સરકારે તેના બાળકોને પણ નાગરિકતા આપવાનું વચન આપ્યું છે. નસરૂલ્લાના આ ખુલાસાથી સ્પષ્ટ થઈ ગયું કે અંજૂને આઈએસઆઈ અને પાકિસ્તાન સરકારનું સમર્થન મળી રહ્યું છે. આ પહેલા અંજૂએ દાવો કર્યો હતો કે તેણે ન ઈસ્લામ અંગિકાર કર્યો છે ન લગ્ન કર્યાં છે. હવે નસરૂલ્લાએ અંજૂની યોજનાની પોલ ખોલી દીધી છે. પરંતુ હજુ સુધી નસરૂલ્લાના આ દાવાની પુષ્ટિ અંજૂએ કરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news