સાતમ આઠમના તહેવારો આવતા જ સીંગતેલના ભાવમાં ભડકો, જાણો ફરી કેટલો ભાવ વધારો થયો?

મગફળીની ઓછી આવકને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સીંગતેલમાં ચીનના નિકાસ વેપાર થયાના અહેવાલોથી તેજી જોવા મળી રહી છે. સીંગતેલમાં તેજીની સામે અન્ય સાઈડતેલો સસ્તા થયા છે.

સાતમ આઠમના તહેવારો આવતા જ સીંગતેલના ભાવમાં ભડકો, જાણો ફરી કેટલો ભાવ વધારો થયો?

ઝી બ્યુરો/રાજકોટ: સીંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારા બાદ સીંગતેલના ડબ્બાનો ભાવ 3120 રૂપિયા નજીક પહોંચી ગયો છે. બ્રાન્ડેડ સીંગતેલના ભાવ 3100થી 3120 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, જેના કારણે મગફળીની ઓછી આવકને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સીંગતેલમાં ચીનના નિકાસ વેપાર થયાના અહેવાલોથી તેજી જોવા મળી રહી છે. સીંગતેલમાં તેજીની સામે અન્ય સાઈડતેલો સસ્તા થયા છે.

સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ સીંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટમેટા, ડુંગળી બાદ હવે સીંગતેલમાં પણ લાલચોળ તેજી જોવા મળી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ લોકો સીંગતેલમાં બનાવે છે જેના કારણે આ વખતે આ તમામ વસ્તુઓ ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

ઓછી ઉપજ અને સરસવના તેલીબિયાંના કારણે વિદેશી બજારોમાં ઘટાડાનાં વલણ વચ્ચે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સોમવારે સરસવનું તેલ, સોયાબીન તેલ-તેલીબિયાં, ક્રૂડ પામ ઓઈલ (CPO) અને પામોલીન તેલના ભાવમાં ઘટાડો થયો હતો. સીંગદાણા તેલ-તેલીબિયાં અને કપાસિયા તેલના ભાવ તહેવારોની માંગ વચ્ચે અગાઉના સ્તરે બંધ થયા હતા. શિકાગો એક્સચેન્જ અને મલેશિયા એક્સચેન્જ હાલમાં ઘટાડા પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news