World Cup 2023: આ દિવસથી શરૂ થશે ટિકિટોનું વેચાણ, જાણો કેવી રીતે બુક કરશો ભારત-પાક મેચની ટિકિટ

World Cup 2023: આઈસીસી વનડે વિશ્વકપ શરૂ થવામાં હવે બે મહિના કરતા ઓછો સમય બાકી છે. વિશ્વકપના કાર્યક્રમમાં ફેરફાર પણ થઈ ગયો છે. હવે આઈસીસીએ વિશ્વકપની ટિકિટ માટે મોટી માહિતી આપી છે. 

World Cup 2023: આ દિવસથી શરૂ થશે ટિકિટોનું વેચાણ, જાણો કેવી રીતે બુક કરશો ભારત-પાક મેચની ટિકિટ

નવી દિલ્હીઃ વનડે વિશ્વકપની શરૂઆત આ વર્ષે ભારતની યજમાનીમાં થવાની છે. 50 ઓવરની આ ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે, જેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આઈસીસીએ આજે આ ટૂર્નામેન્ટની 9 મેચના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 ઓક્ટોબરથી કરશે. 

તે જ સમયે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે 14 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વર્લ્ડ કપ 2023ની ટિકિટને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ICC અને BCCએ તેમના સત્તાવાર એકાઉન્ટ દ્વારા જણાવ્યું છે કે વર્લ્ડ કપ માટે ભારતની મેચોની ટિકિટ 25 ઓગસ્ટથી વેચવામાં આવશે.

ODI World Cup 2023 માટે આ દિવસે શરૂ થશે ટિકિટનું વેચાણ
ખરેખર, ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ 2023ની ખૂબ રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાહકોને ટિકિટ ખરીદવા વિશે હજુ સુધી જાણ કરવામાં આવી નથી. આઈસીસી અને બીસીસીઆઈએ તાજેતરમાં આ અંગે અપડેટ આપી છે. ભારતીય મેચો સિવાયની વોર્મ-અપ મેચોની તમામ ટિકિટો 25 ઓગસ્ટથી વેચાણ માટે શરૂ થશે. ભારતીય મેચોની ટિકિટનું વેચાણ 30 ઓગસ્ટથી શરૂ થશે. આ ટિકિટ તારીખો ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ મેચની છે.

ચાહકો તેમની ટિકિટ કેવી રીતે બુક કરાવી શકે?
તમને જણાવી દઈએ કે ચાહકો 15 ઓગસ્ટથી ICC ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ દરમિયાન, તેને ટિકિટ સંબંધિત અપડેટ્સ મળતા રહેશે અને તે ટૂંક સમયમાં તેની ટિકિટ ખરીદી શકશે.

જાણો તમને ભારત-પાક મેચની ટિકિટ ક્યારે મળશે

25 ઓગસ્ટ - ભારત સિવાયની ટીમો માટે પ્રેક્ટિસ મેચ

30 ઓગસ્ટ - ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ ખાતે ભારતની મેચ

31 ઓગસ્ટ - ચેન્નાઈ, દિલ્હી અને પુણેમાં ભારતની મેચો

1 સપ્ટેમ્બર - ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં ભારતની મેચો

2 સપ્ટેમ્બર - બેંગલુરુ અને કોલકાતામાં ભારતની મેચો

3 સપ્ટેમ્બર - અમદાવાદમાં ભારતની મેચ (ભારત-પાકિસ્તાન મેચ)

15 સપ્ટેમ્બર - સેમિફાઇનલ અને ફાઇનલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news