સવાર પડતા જ ડરે છે અમદાવાદના આ વિસ્તારના રહીશો, ભેદી અવાજ કરે છે પરેશાન, વાસણો પણ પડી જાય છે

અમદાવાદના દાણીલીમડા વિસ્તારના સવૈયાનાથી ચાલીના નાગરિકો રોજ રાત્રે સૂતા એવુ વિચાર કરે છે કે, કાશ સવાર ન પડે. તેનુ કારણ છે એક ભેદી ધડાકો. કોઈ વિચાર પણ ન કરી શકે તેવી આ વાત છે. કારણ કે, સવૈયાનાથની ચાલીના રહીશોને દરરોજ ધડાકાનો અવાજ સંભળાય છે. છેલ્લા દોઢ વર્ષથી ધડાકાનો આ અવાજ તેઓના કાનને પજવી રહ્યો છે. ત્યારે દાણીલીમડાની સવૈયાનાથની ચાલીમાં સ્થાનિકો રોજ ધડાકાને કારણે ભૂકંપનો અનુભવ થાય છે. 

સવાર પડતા જ ડરે છે અમદાવાદના આ વિસ્તારના રહીશો, ભેદી અવાજ કરે છે પરેશાન, વાસણો પણ પડી જાય છે

સપના શર્મા/અમદાવાદ :અમદાવાદના દાણીલીમડા વિસ્તારના સવૈયાનાથી ચાલીના નાગરિકો રોજ રાત્રે સૂતા એવુ વિચાર કરે છે કે, કાશ સવાર ન પડે. તેનુ કારણ છે એક ભેદી ધડાકો. કોઈ વિચાર પણ ન કરી શકે તેવી આ વાત છે. કારણ કે, સવૈયાનાથની ચાલીના રહીશોને દરરોજ ધડાકાનો અવાજ સંભળાય છે. છેલ્લા દોઢ વર્ષથી ધડાકાનો આ અવાજ તેઓના કાનને પજવી રહ્યો છે. ત્યારે દાણીલીમડાની સવૈયાનાથની ચાલીમાં સ્થાનિકો રોજ ધડાકાને કારણે ભૂકંપનો અનુભવ થાય છે. 

દાણીલીમડાની સવૈયાનાથની ચાલીમાં સ્થાનિકો રોજ ધડાકાને કારણે ભૂકંપનો અનુભવ કરી રહ્યા છે. આ અનુભવ તેમણે 1. 5 વર્ષથી કરવો પડી રહ્યો છે. આ ધડાકાનો અવાજ બીજે ક્યાંકથી નહીં પણ પાણીના બોર માંથી આવી રહ્યો છે. રોજ AMC બોર માંથી પાણી સપ્લાય કર્યા બાદ બોર બંધ કરે ત્યારે તેમાંથી અજીબોગરીબ ધડાકો થાય છે. આ ધડાકો એટલો મોટો હોય છે કે નજીકના ઘરોમાં તિરાડો પડી ચુકી છે. લગભગ 10 થી 12 મકાનમાં તિરાડો પડી છે. 

ધડાકો આવવાનુ કારણ શું 
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં AMC જ્યારે પાણીનો સપ્લાય બંધ કરે છે ત્યારે બોર બંધ થતા જ ધડાકાનો અવાજ આવે છે. છેલ્લા દોઢ વર્ષથી અવાજ મામલે સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. આ મામલે પાલિકાની કચેરી, મેયર સહિતના લોકોને ફરિયાદ કર્યા બાદ પણ નિરાકરણ ન આવ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ મુદ્દે તેમણે અવારનવાર મનપામાં ફરિયાદો કરી છે. મેયરને પણ ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં સમસ્યાનું સમાધાન નથી આવતું. બીજી તરફ મેયર કિરીટ પરમાર આવી કોઈ ફરિયાદ થઇ ન હોવાનું જણાવ્યું. તેમણે કહ્યુ કે, આ મામલે અમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી જ નથી. 

એક સ્થાનિકે જણાવ્યું કે, પાણી ચાલુ થાય ત્યારે મોટો ધડાકો થાય, જમીન ધ્રૂજી જાય. અમે ઘરમા બેસ્યા હોય તો અમે ધ્રૂજી જઈએ છીએ. કિચનમાંના વાસણો નીચે પડી જાય છે. એવુ પણ થાય કે આપણને એટેક આવ્યા જેવુ અનુભવાય છે. આવુ દોઢ વર્ષથી ચાલે છે. તો અન્ય એક સ્થાનિકે જણાવ્યુ કે, પાણી ટાંકામાં ચડાવવાનુ આવે અને ફોર્સ બંધ કરે તો પાઈપલાઈન હલી જાય છે. જેથી અમને તો હાર્ટ એટેક આવી જાય તેવુ અનુભવાય છે. ચાલીના અમારા બધા મકાનોમાં તિરાડ પડી છે. અમે બધે જ આ વિશે ફરિયાદ કરી છે. આ મામલે પાલિકા કચેરી, મેયરને ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ પણ કોઈ નિરાકરણ આવતુ નથી. લગભગ 10 થી 12 મકાનોમાં તિરાડો પડી રહી છે. સવારે 8 વાગ્યે પાણી બંધ થાય છે ત્યારે જે અવાજ આવે છે તે ભયંકર હોય છે, તો અમે ડરી જઈએ. બહારથી મહેમાન આવે તો પણ ડરી જાય છે. અમારી ઈચ્ચછા છે કે આ પાઈપનો નિકાલ કરવાામાં આવે.

સ્થાનિક કાઉન્સિલર રમીલાબેન જણાવે છે તે, મને અરજી આપી ત્યારે બોર્ડમાં મેં વાત કરી હીત. પણ તંત્રએ આંખ આડા કાન કર્યા હતા. આમ, દાણીલીમડાની સવૈયાનાથની ચાલીના લોકો કહે છે કે, અમને પાણી તો મળે છે, પણ સાથે સાથે ભૂકંપ જેવા ધડાકા પણ સંભળાય છે. લગભગ 10 થી 12 મકાનોમાં તિરાડો પડી રહી છે. છતાં તંત્રના પેટનુ પાણી હલતુ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news