ગુજરાતી ન્યૂઝ 0 News

આગકાંડ બાદ શ્રેય હોસ્પિટલ સીલ, સંચાલક-મેનેજરની અટકાયત, CM રૂપાણીએ સહાયની જાહેરાત કરી
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની આઈસીયુમાં લાગેલી આગમાં અંદરથી નજારો જુઓ તો ધ્રૂજારી પેદા થાય તેવો છે. સમગ્ર આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો છે, અને કાળો બની ગયો છે. આવામાં આગ કેવી વિકરાળ હશે તે સમજી શકાય છે. આ આગે 8 દર્દીઓનો જીવ લીધો છે, જેઓ કોરોનાથી મુક્ત થવા માટે સારવાર લઈ રહ્યા હતા. શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંતની અટકાયત કરાઈ છે. હોસ્પિટલના મેનેજરની પણ અટકાયત કરાઈ છે.
Aug 6,2020, 10:47 AM IST
શુભ મુહૂર્તમાં સીઆર પાટીલે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો
ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (cr patil) પોતાનો પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદભાર સંભાળ્યું છે. વિજય મુહૂર્તમાં તેઓ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. લાંબા સમયથી ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની વિચારણા ચાલી રહી હતી, ત્યારે સીઆર પાટીલને તેમાં સ્થાન મળ્યું છે. આમ, ગાંધીનગરમાં સુરતનું સ્થાન મજબૂત બન્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને સી.આર.પાટીલ પરત સર્કિટ હાઉસ ફર્યા હતા. સર્કિટ હાઉસમાં તેમના પરિવાર દ્વારા મોઢું મીઠું કરાવવાથી માંડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. 
Jul 21,2020, 13:11 PM IST
STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’
નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે, ત્યારે સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. આવામાં એસટી તંત્ર પણ સજાગ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી ડેપો મેનેજરને સૂચના આપવામાં આવી છે કે નિસર્ગ વાવાઝોડું (Cyclone Nisarg) વધે તો બસો રોકી દેવી. જેથી હવે ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે. તેઓને આદેશ આપ્યા છે કે, વાવાઝોડું દેખાય તો બસ જ્યાં હોય ત્યાં સેફ જગ્યાએ રોકી દેવાની. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 70 દિવસથી લોકડાઉનને કારણે રાજ્યભરમાં એસટી બસો કોરોનાને કારણે બંધ રખાઈ હતી. જે બાદ હવે નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી સાહિતમાં જોવા મળી શકે છે. જેથી એસટી બસમાં મુસાફરોને લઇ જવા માટે પરિસ્થતિ મુજબ તકેદારી રાખી દેવાઈ છે. 
Jun 3,2020, 11:51 AM IST
Vizag GasLeak: ખતરનાક સ્ટાઈરીન ગેસ માણસને જોતજોતામાં ભોયભેગો કરી દે છે
May 7,2020, 13:48 PM IST
કોરોના હોવાનો વહેમ કે શંકા હોય તે લોકો માટે મ્યુ. કમિશનરે કરી મોટી વાત
May 5,2020, 13:00 PM IST

Trending news