કોરોના સામેના યુદ્ધમાં ભારતની મદદે આવ્યું ચીન, આ રીતે ઉતારી રહ્યું છે 'કરજ'

કોરોના વાયરસ પર ભારતે ચીનને કરેલી મદદનું કરજ હવે ચીન ઉતારવા ઈચ્છી રહ્યું છે. ચીની સરકારે ભારતને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે મદદની રજુઆત કરી છે. આ મદદને પહેલી ખેપ આજે ભારત પહોંચશે. 
કોરોના સામેના યુદ્ધમાં ભારતની મદદે આવ્યું ચીન, આ રીતે ઉતારી રહ્યું છે 'કરજ'

નવી દિલ્હી: કોરોના વાયરસ પર ભારતે ચીનને કરેલી મદદનું કરજ હવે ચીન ઉતારવા ઈચ્છી રહ્યું છે. ચીની સરકારે ભારતને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે મદદની રજુઆત કરી છે. આ મદદને પહેલી ખેપ આજે ભારત પહોંચશે. 

6.5 લાખ ટેસ્ટ કિટ આવશે ચીનથી
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ જણાવ્યું કે કોરોના સંક્રમણ સામે લડવા માટે ચીની સરકારે લગભગ 6.5 લાખ ટેસ્ટ કિટ મોકલી છે. જેમાંથી લગભગ 5.5 લાખ એન્ટી બોડી ટેસ્ટ કિટ્સ છે. આ ઉપરાંત એક લાખ આરએનએ એક્ટ્રેક્શન કિટ્સ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજે સવારે ચીનના ગુઆંગજો એરપોર્ટથી આ સામાન લઈને વિશેષ પ્લેન ભારત રવાના થઈ ગયું છે. બપોર સુધીમાં પહોંચશે.

વિદેશ મંત્રાલયે મહત્વની ભૂમિકા ભજવી
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ચીનથી આવી રહેલી આ મદદમાં વિદેશ મંત્રાલયે મહત્વની ભૂમિકા ભજવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વિદેશ મંત્રાલયે જ પોતાના બેઈજિંગ દૂતાવાસ દ્વારા ચીન સરકાર સાથે કિટ્સ અંગે વાતચીત શરૂ કરી હતી. યોગ્ય તાલમેળ બેસી જતા ભારતથી એક વિશેષ વિમાન ચીન મોકલવામાં આવ્યું. કટોકટી જોતા કસ્ટમ ક્લિયરન્સ પણ પહેલા જ આપી દેવાયું જેથી કરીને ભારતમાં ખેપ પહોંચ્યા બાદ રાહતકાર્યમાં વાર ન લાગે. 

જુઓ LIVE TV

ભારત અગાઉ ચીનની કરી ચૂક્યું છે મદદ
અત્રે જણાવવાનું કે ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતા ભારતે પોતાના તરફથી મદદનો હાથ આગળ વધાર્યો હતો. ચીનને ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ભારત તરફથી રાહત સામગ્રી મોકલાઈ હતી જેમાં જીવનરક્ષક દવાઓ ઉપરાંત ફેસ માસ્ક મોકલવામાં આવ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news