અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં-ક્યાં ભરાયા પાણી

Ahmedabad Rainfall: અમદાવાદમાં આજે વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને ચોમેર પાણી પાણી કરી દીધું. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા...

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં-ક્યાં ભરાયા પાણી

Ahmedabad Rainfall: હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે વહેલી સવારે જ આગાહીની અસર જોવા મળી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. જેને પગલે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા. સવાર પડતાની સાથે અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે વરસાદે એન્ટ્રી કરી. 

અમદાવાદ શોપોંગ ફેસ્ટિવલમાં ફરી વળ્યાં વરસાદી પાણી 
સિંધુ ભવન રોડ પરના શોપિંગ ફેસ્ટમાં પાણી જ પાણી
વહેલી સવારે પડેલ વરસાદથી ભરાયા પાણી 
વરસાદને પગલે સ્ટોલમાં પણ ભરાયા પાણી 
શોપિંગ ફેસ્ટિવલના એન્ટ્રન્સથી સ્ટોલ સુધી પાણી જ પાણી 
વરસાદના કારણે શોપિંગ ફેસ્ટિવલમાં ભારે નુકસાન

આજે વહેલી સવારે જ જોત જોતામાં ગણતરીની મિનિટોમાં જ વરસાદે અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ સહિત અનેક વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી દીધી. જોકે, વરસાદને પગલે અમદાવાદીઓને હેરાન પણ થવું પડયું. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હોવાની સમસ્યાઓ પણ સામે આવી. બીજી તરફ વરસાદી પાણીને પગલે શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. જેને પગલે વાહન ચાલતોને અને રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. 

વરસાદને પગલે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અને જગ્યાઓ પાણી-પાણી થઈ ગઈ. ખાસ કરીને અમદાવાદના એસજી હાઇવે, ગોતા, સાયન્સસિટી, સોલા, ઓગણજ, એસપી રીંગ રોડ, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, ઘુમા, શીલજ, થલતેજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડી, વાસણા, આશ્રમરોડ, ઉસ્માનપુરા, નવાવાડજ, રાણીપ, ચાંદખેડ, જગતપૂર, ન્યુ રાણીપ, નરોડા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

બીજી તરફ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં સુરધારા સર્કલ પાસે પાણી ભરાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું. વરસાદમાં મહાનગરપાલિકાના દાવાઓની પોલ ખુલી. અમદાવાદના બોપલમાં બિલ્ડિંગનો શેડ ધરાશાયી..ભારે પવન સાથે વરસાદ પડતા બની ઘટના. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જ્યારે અમદાવાદમાં સંજીવની હૉસ્પિટલથી પાસે વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ નીચે કેટલાક ટુ વ્હીલર અને કાર દબાયા. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news