અમદાવાદ પોલીસનું ક્રાઈમ સરવૈયું, જાણી લો કમિશ્નર તરીકે જીએસ મલિક પાસ કે ફેલ

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે હમણાંથી સીધા સવાલો થઈ રહ્યાં છે. અમદાવાદનો ક્રાઈમ રેટ વધી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે અમે તમને અહીં ક્રાઈમ સરવૈયું રજૂ કરી રહ્યાં છીએ, જે જણાવશે કે અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે જીએસ મલિક પાસ થયા છે કે ફેલ, જાણી લો કયા ગુનાઓ વધ્યા છે અને કયા ઘટ્યા છે. 

અમદાવાદ પોલીસનું ક્રાઈમ સરવૈયું, જાણી લો કમિશ્નર તરીકે જીએસ મલિક પાસ કે ફેલ

અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે ઘટનાઓ ઘટી રહી છે એ સામે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પસ્તાળ પાડી છે. અમદાવાદના ક્રાઈમ રેટ પર પણ પ્રશ્નો ઉભા થયા છે. શું ખરેખર અમદાવાદના ક્રાઈમ રેટમાં વધારો થયો છે. શું ખરેખર પોલીસ કમિશ્નર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અસફળ રહ્યાં છે. તો જાણો છેલ્લા 2023 અને 2024ના વર્ષમાં કયા પ્રકારના ગુનાઓ વધ્યા છે અને કયા ઘટ્યા છે. અમે અહીં તમને 2023ના વર્ષના પ્રથમ 10 માસ અને 2024ના 10 માસના ડેટા સાથે ક્રાઈમ સરવૈયું આપી રહ્યાં છે. 

જોવા જઈએ તો અમદાવાદમાં તાજેતરમાં દિવાળીના સમયમાં પણ કોઈ ગંભીર બનાવ બન્યો નથી આ સિવાય ગુનાની સ્થિતિ જોતા ચાલુ વર્ષ-૨૦૨૪ ના પ્રથમ ૧૦ માસની સરખામણી ગત-૨૦૨૩ ના પ્રથમ ૧૦ માસની સરખામણીમાં ઘટાડો થયો હોવાનું આંકડાઓ કહી રહ્યાં છે.

જોઈ લો આ છે ક્રાઈમના આંકડાઓ

વર્ષ -૨૦૨૩ના ઓકટોબર માસ સુધીમાં અમદાવાદ શહેરમાં ખુનના કુલ-૯૭ ગુનાઓ દાખલ થયા હતા. જ્યારે ચાલુ વર્ષ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન ખૂનના કુલ-૭૩ ગુનાઓ નોંધાયા છે. આમ ખૂનના કેસોમાં ૨૪.૭૪ % (૨૪ ખુન) નો ઘટાડો થયો છે

 આ જ પ્રકારે ઓકટોબર-૨૦૨૩ સુધીમાં ખૂનની કોશિશના ૯૨ બનાવો અમદાવાદમાં નોંધાયા હતા. જયારે ઓકટોબર-૨૦૨૪ સુધીમાં ખૂનની કોશિશના ૭૪ બનાવો બન્યા છે. એટલે કે તેમાં પણ ૧૯.૫૭% નો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ ઓકટોબર-૨૦૨૩ સુધીમાં લૂંટના ૧૨૨ ગુનાઓ પોલીસ ચોપડે દર્જ થયા હતા. ચાલુ વર્ષે સટેમ્બર માસ સુધીમાં આ બનાવોની સંખ્યા ૯૬ રહી છે. આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ સુધીમાં ૨૧.૩૧% (૨૬ બનાવો)નો ઘટાડો થયો છે.

ચેઈન સ્નેચીંગના બનાવોમાં ૨૧.૦૧ % જેટલો ઘટાડો

ડેકોયટીના બનાવો જોઈએ તો ગત વર્ષ ઓકટોબર-૨૦૨૩ સુધીમાં કુલ ૧૦ ગુનાઓ નોંધાયેલા જ્યારે ચાલુ વર્ષ ઓકટોબર માસ સુધીમાં આ પ્રકારના ૧૦ ગુનાઓ નોંધાય છે.  આ જ પ્રકારે ચેઈન સ્નેચીંગ અંગેના બનેલ બનાવો જોઈએ તો ગત વર્ષ ૨૦૨૩ ના ઓકટોબર માસ સુધીમાં કુલ ૧૧૯ બનાવ બન્યા હતા જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૪ ઓકટોબર માસ સુધીમાં આ પ્રકારના ચેઈન સ્નેચીંગના કુલ ૯૪ જેટલા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. એટલે કે, ચેઈન સ્નેચીંગના બનાવોમાં ૨૧.૦૧ % જેટલો ઘટાડો થયો છે

વાહન ચોરીના બનાવોની વિગતો જોઈએ તો ગત વર્ષ ૨૦૨૩ ના ઓકટોબર માસ સુધીમાં કુલ ૧૭૮૯ બનાવ બનેલ, જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૪ ઓકટોબર માસ સુધીમાં આ પ્રકારની વાહન ચોરીઓના કુલ ૧૫૨૫ જેટલા બનાવો બનવા પામેલ છે. જેમાં ૨૬૪ જેટલા બનાવોનો ઘટાડો થયો છે. એટલે કે, વાહન ચોરીના બનાવોમાં ૧૪.૭૬ % જેટલો ઘટાડો થયો છે.

ચોરીના બનાવોમાં ૨૮.૮૫% જેટલો ઘટાડો થયો

તમામ પ્રકારની ચોરીની વિગતો જોઈએ તો ગત વર્ષ ૨૦૨૩ ના ઓકટોબર માસ સુધીમાં કુલ ૪૪૨૭ ચોરીઓના બનાવ બન્યા હતા. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૪ ઓકટોબર માસ સુધીમાં આ પ્રકારના ચોરીઓના કુલ ૩૧૫૦ જેટલા બનાવો બન્યા છે. જેમાં ૧,૨૭૭ જેટલા બનાવોનો ઘટાડો થયેલ છે. એટલે કે, ચોરીના બનાવોમાં ૨૮.૮૫% જેટલો ઘટાડો થયો છે. આ વર્ષે પોલીસ ક્રાઈમનો રેટ ઘટાડવામાં સફળ રહી છે. 
 
ઠગાઈના બનાવોની વિગતો જોઈએ તો ગત વર્ષ ૨૦૨૩ના ઓકટોબર માસ સુધીમાં કુલ ૩૮૪ બનાવ બન્યા હતા. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૪ ઓકટોબર માસ સુધીમાં આ પ્રકારના ઠગાઈના કુલ ૪૨૦ જેટલા બનાવો નોંધાયા છે. જેમાં ૩૬ જેટલા ગુનાઓનો વધારો થયો છે. એટલે કે, ઠગાઈના બનાવોમાં ૯.૩૮ % જેટલો વધારો થયો છે. જમીન માફિયા અને અસામાજીક તત્વો ઉપર GUJCETOC ના પણ બે (૨) કેસો કરાયા છે.

 મારામારીના બનાવોની વિગતો જોઈએ તો ગત વર્ષ ૨૦૨૩ ના ઓકટોબર માસ સુધીમાં કુલ ૧૬૦૮ બનાવ બન્યા હતા. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૪ ઓકટોબર માસ સુધીમાં આ પ્રકારના મારામારીના કુલ ૧૪૧૬ બનાવો સાબિત કરે છે કે મારામારીના કેસોમાં પણ ૧૯૨ જેટલો ઘટાડો થયો છે. એટલે કે, મારામારીના બનાવોમાં ૧૧.૯૪% જેટલો ઘટાડો થયો છે.

છેડતીના કુલ ૧૫૯ જેટલા બનાવો નોંધાયા

છેડતીના બનાવોની વિગતો જોઈએ તો ગત વર્ષ ૨૦૨૩ ના ઓકટોબર માસ સુધીમાં કુલ ૨૨૦ બનાવ બન્યા હતા. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૪ ઓકટોબર માસ સુધીમાં છેડતીના કુલ ૧૫૯ જેટલા બનાવો નોંધાયા છે. આમ ૬૧ જેટલા બનાવોનો ઘટાડો થયો છે. એટલે કે, છેડતીના બનાવોમાં ૨૭.૭૩% જેટલો ઘટાડો થયો છે.

એવી જ રીતે ભાગ ૧ ના તમામ હેડના ગુનાઓની સરખામણી કરીએ તો વર્ષ ૨૦૨૩ના ઓકટોબર માસ સુધીમાં ભાગ ૧ ના કુલ ૧૦,૬૨૨ ગુનાઓ દાખલ થયા હતા જેની સરખામણીએ વર્ષ ૨૦૨૪ ના ઓક્ટોબર માસ સુધીમાં આવા ગુનાઓની સંખ્યા ૮,૩૬૬ પોલીસ ચોપડે નોંધાઈ છે. આમ, ભાગ ૧ ના ગુનાઓમાં કુલ ૨૨૫૬ જેટલો જંગી ઘટાડો થયો છે. જેની ટકાવારી જોતા ૨૧.૨૪% જેટલી થાય છે.

આમ છેલ્લા એક વર્ષના આંક જોઈએ તો અમદાવાદ પોલીસ ચોપડે નોંધાતા મોટા ભાગના કેસોમાં ઘટાડો થયો છે. આમ ક્રાઈમ રેટમાં છેલ્લા એક વર્ષમાં ઘટાડો જોવા મળ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news