રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી લેજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસો
Ahmedabad Property Market Investment : ફરી એકવાર અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવા રિપોર્ટે અમદાવાદમાં પ્રોપર્ટી સસ્તી હોવાનું જણાવ્યું, અમદાવાદમાં જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં તે લોકો માટે અફોર્ડેબલ છે
Trending Photos
Ahmedabad Property Market અમદાવાદ : નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવો રિપોર્ટ આવી ગયો છે. આ અહેવાલ મુજબ, મુંબઈ દેશનું એકમાત્ર શહેર છે જે અફોર્ડેબિલિટી ઈન્ડેક્સમાં નિર્ધારિત મર્યાદાથી ઉપર છે. જ્યારે ટોપ 8 શહેરોમાં અમદાવાદનું હાઉસિંગ માર્કેટ સૌથી વધુ પોસાય તેવું માર્કેટ છે. એટલે કે, અમદાવાદમાં લોકો સપનાનું ઘર ખરીદી શકે છે. નવા અહેવાલ અનુસાર, મુંબઈ સૌથી મોંઘુ શહેર છે, જ્યાં લોકોનો અડધો પગાર ઘરના હપ્તા ભરવામાં નીકળી જતો હશે.
અમદાવાદમાં દેશના 8 શહેરોમાં સૌથી સસ્તા મકાન
અમદાવાદ અને તેની આસપાસમાં જમીનોના ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં જમીનના ભાવ વધ્યા હોવાના કારણે હાઉસિંગ માર્કેટમાં પણ ભાવ વધારો થયો છે. તેમ છતાં દેશમાં અમદાવાદ સૌથી એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ તરીકે ઊભરી આવ્યું છે. દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદ લોકોને પોષાય તેવું હાઉસિંગ માર્કેટ છે.
અમદાવાદ સૌથી સસ્તું છે
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર, 2023ના અંતથી વ્યાજ દરો સ્થિર રહેવાને કારણે, જાન્યુઆરીના પ્રથમ અર્ધવાર્ષિક અને જૂન 2024 દરમિયાન ઘર ખરીદવાની ક્ષમતામાં સ્થિરતા આવી છે. ઈન્ડેક્સ મુજબ, 21 ટકાના હાઉસિંગ રેશિયો સાથે ટોપ 8 શહેરોમાં અમદાવાદનું હાઉસિંગ માર્કેટ સૌથી વધુ પોસાય તેવું બજાર છે. આનો અર્થ એ થયો કે અમદાવાદના લોકોએ તેમની આવકનો માત્ર 21 ટકા હિસ્સો હોમ લોન EMI ભરવામાં ખર્ચ કરવો પડશે. એફોર્ડેબિલિટીન સંદર્ભમાં કોલકાતા બીજા ક્રમે છે અને કોલકાતાના લોકો તેમની આવકના 24 ટકા EMI ચૂકવવા પાછળ ખર્ચે છે. પુણેના લોકોએ 24 ટકા અને ચેન્નાઈના લોકોએ તેમની આવકનો 25 ટકા EMI પર ખર્ચ કરવો પડશે.
2023 થી એફોર્ડેબિલિટી સૂચકાંકમાં સુધારો
મે 2022 થી આરબીઆઈએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કર્યું. એક વર્ષથી ઓછા સમયમાં, રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4 ટકાથી 6.50 ટકા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઘર ખરીદનારાઓએ 2022માં તેમની આવક કરતાં EMI ચૂકવણી પર વધુ નાણાં ખર્ચવા પડ્યા હતા. પરંતુ ફેબ્રુઆરી 2023 પછી, રેપો રેટ સ્થિર છે અને આ સમયગાળા દરમિયાન લોકોની આવકમાં પણ વધારો થયો છે, જેના કારણે ઉચ્ચ વ્યાજ દરોને કારણે પ્રોપર્ટીના ભાવમાં વધારો અને મોંઘા EMI હોવા છતાં પરવડે તેવા સૂચકાંકમાં સુધારો થયો છે. નાઈટ ફ્રેન્કના મતે સ્થિર વ્યાજદરનો ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહી શકે છે.
સ્થિર હોમ લોન દરને કારણે ઘર ખરીદવું પોસાય હશે
અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ પર ટિપ્પણી કરતા, નાઈટ ફ્રેન્કના ચેરમેન અને MD શિશિર બૈજલે જણાવ્યું હતું કે, ઘરની ખરીદી અને વેચાણની ગતિને જાળવી રાખવા માટે પોષણક્ષમતામાં સ્થિરતા જરૂરી છે જે દેશના આર્થિક વિકાસને આગળ ધપાવે છે. તેમણે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25માં આરબીઆઈના જીડીપી 7.2 ટકાના અંદાજ અને સ્થિર વ્યાજ દરો, આવકમાં સુધારો અને પરવડે તેવા સ્તરને કારણે 2024માં મકાનોની માંગ મજબૂત રહેવાની અપેક્ષા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે