અહેમદ પટેલે વડાપ્રધાનને પત્ર લખી સિંહોના મોત અંગે વ્યક્ત કરી ચિંતા, કર્યા ચાર સૂચનો

ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં મોટી સંખ્યમાં સિંહનો થઇ રહેલા મોત અંગે હુ લખી રહ્યો છું. વર્ષ 2016 થી અત્યાર સુધીમાં કુલ 180 સિંહોના મોત થયા છે જેમાંથી 23 સિંહોના મોત છેલ્લા ત્રણ અઠવાડિયામાં થયા.

અહેમદ પટેલે વડાપ્રધાનને પત્ર લખી સિંહોના મોત અંગે વ્યક્ત કરી ચિંતા, કર્યા ચાર સૂચનો

ગૌરવ પટેલ, અમદાવાદ: ગીરના સિંહોના થઇ રહેલા મોત અંગે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સિંહોના થઇ રહેલા મોત અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે લખ્યું કે ગીરમાં 23 સિંહોના મોત અને 35થી વધારે સિંહોનું સંક્રમીત હોવું ખુબ ચિંતા જનક છે. સરકારને આ અંગે કોઇ ઉપાય સુઝતા નથી. સરકારને અપીલ છે કે વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા સિંહની દુર્લભ પ્રજાતિને બચાવવા માટે તાત્કલીક જરૂરી પગલાં લે.

અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રની વિગત
ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં મોટી સંખ્યમાં સિંહનો થઇ રહેલા મોત અંગે હુ લખી રહ્યો છું. વર્ષ 2016 થી અત્યાર સુધીમાં કુલ 180 સિંહોના મોત થયા છે જેમાંથી 23 સિંહોના મોત છેલ્લા ત્રણ અઠવાડિયામાં થયા.

ગીરના સિંહ ગુજરાતનું ગૌરવ છે પણ કમનસીબીની વાત છે કે ઘોર બેદરકારીના લીધે મોટી સંખ્યામાં તેમના મોત થઇ રહ્યા છે. સિંહો મોતનું કારણ રાતોરાત ઉભું થયું નથી પણ સરકારની લાંબા સમયની અવ્યવસ્થાનું પરિણામ છે.
latter-ahemad

latter-ahemad1
હું હાલ અસ્તિત્વમાં રહેલા સિંહોને બચાવવા માટે કેટલાક સુચનો કરી રહ્યો છું

1- સિંહોના લાંબાગાળાના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારનું વન પર્યાવર અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય ઇકો સેન્સેટીન ઝોનને સુરક્ષિત વિસ્તારથી 10 કિલોમીટર સુધી પહોળો કરે. ગુજરાતમાં માત્ર અડધા કિલોમીટર સુધીજ ઇકો સેન્સેટીવ ઝોન અમલમાં છે. જે સિંહોની ઇકોસિસ્ટમાં અનિચ્છીય દખલગીરીનું કારણ છે કેન્દ્ર સરકાર આ રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી ગીરના ઇકો સેન્સીટીન ઝોનની સુધારણા અંગે ચર્ચા કરે.

2- પ્રવાસનના પ્રોત્સાહન અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે સંતુલન હોવું જ જોઇએ. અભ્યારણ્યની નજીક નિયંત્રણ વિના વિસ્તરી રહેલા રીસોર્ટ અને કુતરા સિહોના સંરક્ષણ સામે ગંભીર ખતરો છે. આ રીસોર્ટ ભલે કોઇ પણ વ્યક્તિની માલિકીની હોય સરકારે તેને બંધ કરાવવી જોઇએ.

3- કેન્દ્ર અને રાજ્ય સરકારે તાત્કાલીક અસરથી સિંહો માટે વધારે સારી મેડીકલ સુવિધા માટે ઉભી કરવી જોઇએ. એક તરફ આપણે સમૃધ્ધ ફાર્માસ્યુટીકલ વ્યવસાય અને મેક ઇન ઇન્ડીયાની વાત કરીએ છીએ અને બીજી તરફ વન વિભાગને અમેરીકાથી રસી મંગાવવા દબાણ કરીએ છીએ. ગીરના અભ્યારણ્યમાં મોટા પ્રમાણમાં વેટેનરી ડોક્ટર અને દવાઓની અછત છે. ગીરમાં સિંહોની સઘન સંભાળ લઇ શકે તેવી એક પણ એમ્બુલન્સ નથી. સરકાર સિંહોનો સંરક્ષણ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ કરી શકે અને વધારે બજેટ ફાળવી સિંહોના સંરક્ષણ માટે સંશોધન કરાવી શકે.

4- હું ભારત સરકારને અપીલ કરું છું કે તે ગુજરાતના ગીરના સિંહોની ઉપેક્ષા ન કરે સિંહોને પણ વાઘની જેમ સમાન મહત્વ આપી તેમને સાચવવામાં આવે. કેન્દ્ર સરકાર સિંહોના સંરક્ષણ માટે 1000 કરોડનું ફંડ ઉભુ કરવાનો વિચાર કરે અને પ્રોજેક્ટ ટાઇગરની લાઇન પ્રમાણે સિંહો માટે પણ રાષ્ટ્રીય સ્તરનો ક્રાર્યક્રમ જાહેર કરે. જ્યારે તમે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આજ પ્રકારની સલાહ આપી હતી. તેથી મને સંપુર્ણ વિશ્વાસ છે કે તમે મારી આ દરખાસ્ત સાથે સંમત હશો.

5- ગુજરાત એશિયાટીક સિંહોનું એક માત્ર આવાસ છે જે આશીર્વાદ સમાન છે. એક ગુજરાતી હોવાના નાતે તમે સારી રીતે જાણો છો કે ગીરના સિંહ એ ગુજરાતની અસ્મિતાનું અભિન્ન અંગ છે. ગીરનું જંગલ પ્રાણીઓના સંરક્ષણની સફળતાની વાર્તા કહે છે અને હવે રાજ્યની પર્યાવરણની ઉપેક્ષાનું ઝળહળતુ ઉદાહરણ છે માટે હુ નમ્રતાપુવર્ક અપીલ કરૂ છું કે ગીરની આ કટોકટીને પ્રાથમિકતા આપી. તેનો ઉકેલ લાવવામાં આવે અને ખાતરી આપો કે ગુજરાતનું ગૌરવ આવાનારી પેઢીઓ માટે શાંતી અને સલામતિપૂર્વક જીવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news