મોરબીમાં વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થપાશે, જાણો સરકારનો મોટો નિર્ણય
મોરબીની આસપાસના વિસ્તારની અંદર વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને અહીંથી સિરામિક ટાઇલ્સને દેશના દરેક ખૂણામાં તેમજ વિદેશ એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે. ત્યારે દેશના જુદા-જુદા રાજયોમાંથી તેમજ ઇન્ટરનેશનલ ગ્રાહકો મોરબી આવતા હોય છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી: સિરામિક એસોસિયેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા સહિતની માંગણીઓ કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે ગુજરાત રાજ્ય સરકારનું નાણાંકીય વર્ષ 2022-23 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં મોરબીના સિરામિક ઝોનની અંદર ઇન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક બનાવવા માટે 400 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેથી કરીને સીરામીક એસોસિએશન દ્વારા હાલમાં સરકારનું આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
મોરબીની આસપાસના વિસ્તારની અંદર વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને અહીંથી સિરામિક ટાઇલ્સને દેશના દરેક ખૂણામાં તેમજ વિદેશ એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે. ત્યારે દેશના જુદા-જુદા રાજયોમાંથી તેમજ ઇન્ટરનેશનલ ગ્રાહકો મોરબી આવતા હોય છે. જેથી કરીને અહીંની પ્રાથમિક સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગણી છેલ્લા ઘણા વર્ષોથી મોરબી સિરામીક એસોસીએશન દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી હતી.
દરમિયાન ચાલુ વર્ષે નાણાકીય બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. તેમાં જુદી જુદી અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે મોરબી સીરામીક જોનની અંદર 400 કરોડ રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક બનાવવા માટેનું કામ મંજુર કરેલ છે, અને તે અંતર્ગત મોરબીમાં સિરામિક માટે રિસર્ચ સેન્ટર બનશે. તેની સાથોસાથ રોડ રસ્તા અને અન્ય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે.
જેથી કરીને વર્ષો જૂની માંગણી સંતોષાતા મોરબીના સિરામિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ મંત્રી કનુભાઇ દેસાઇ નો આભાર વ્યક્ત કર્યો છે અને વહેલી તકે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે