અમદાવાદ : હોસ્પિટલમાં ગંભીર દર્દીઓનો ચેપ અન્ય દર્દીઓને ન લાગે તે માટે એક્શન લેવાયું

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલ (civil hospital) પરિસરમાં આવેલી કોવિડ ડેડિકેટેડ 1200 બેડ ની હોસ્પિટલ તથા 500 બેડની ક્ષમતાવાળી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત કેન્સર હોસ્પિટલમાંથી ત્રણ દિવસમાં 465 દર્દીઓને અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 247 દર્દીઓ હોમ આઈસોલેશનમાં, 127 દર્દીઓને સમરસ હોસ્ટેલમાં તથા 73 દર્દીઓને હોટલમાં ટ્રાન્સફર કરાયા છે. 
અમદાવાદ : હોસ્પિટલમાં ગંભીર દર્દીઓનો ચેપ અન્ય દર્દીઓને ન લાગે તે માટે એક્શન લેવાયું

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલ (civil hospital) પરિસરમાં આવેલી કોવિડ ડેડિકેટેડ 1200 બેડ ની હોસ્પિટલ તથા 500 બેડની ક્ષમતાવાળી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત કેન્સર હોસ્પિટલમાંથી ત્રણ દિવસમાં 465 દર્દીઓને અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 247 દર્દીઓ હોમ આઈસોલેશનમાં, 127 દર્દીઓને સમરસ હોસ્ટેલમાં તથા 73 દર્દીઓને હોટલમાં ટ્રાન્સફર કરાયા છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન જવાના ડરે જુનાગઢના 5 ડોક્ટરોએ રાજીનામા આપ્યા 

કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. સાથે સાથે 1લી મેના રોજથી કેન્સર હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. તેમાં પણ 500 બેડની ક્ષમતા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે 1125 યોદ્ધાઓ ચોવીસ કલાકે ખડેપગે અને અવિરત સેવા બજાવે છે. 

સુરત : lockdownને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગોની મહત્વની સીઝન હાથમાંથી નીકળી ગઈ

આ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર બાદ સુધારો જણાતાં તેમજ અન્ય ક્રિટિકલ દર્દીઓનો ચેપ આવા દર્દીઓને ન લાગે તે માટે તંત્ર દ્વારા કેટલાક પગલા લેવાયા છે. સાવચેતીના ભાગરૂપે જરૂરિયાતને અનુરૂપ અન્યત્ર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એ વિગતે જોઈએ તો છેલ્લા ત્રણ દિવસમાં સમરસ હોસ્ટેલ હોસ્ટેલમાં 127 દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 247 દર્દીઓને હોમ આઈસોલેશનમાં તેમજ 74 દર્દીઓને શહેરની સારવાર માટે જાહેર કરાયેલી વિવિધ હોટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે નિકોલ સ્થિત તાપી હોસ્પિટલમાં 18 દર્દીઓને ફેરવવામાં આવ્યા છે. 

  • ૨ મેના રોજ 208 દર્દી 
  • 3 મેના રોજ 127 દર્દી 
  • 4 મેના રોજ 130 દર્દી 

કુલ 465 દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આમ 1200 બેડની હોસ્પિટલમાંથી 454 તથા કેન્સર હોસ્પિટલમાંથી 10 મળી કુલ 465 દર્દીઓને છેલ્લા ત્રણ દિવસમાં અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news