અમદાવાદ: પ્રથમ દિવસે ટ્રાફિક પોલીસના હાથે 1866 લોકો દંડાયા, કરી કડક વસુલાત
મોટર વ્હીકલ એકટ(motor vehicle act 2019)ના નવા કડક નિયમોને લઈને ટ્રાફિક પોલીસે(traffic police) એક દિવસમા 7 લાખથી વધુનો દંડ વસુલ્યો છે. જયારે 1800થી વધારે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: મોટર વ્હીકલ એકટ(motor vehicle act 2019)ના નવા કડક નિયમોને લઈને ટ્રાફિક પોલીસે(traffic police) એક દિવસમા 7 લાખથી વધુનો દંડ વસુલ્યો છે. જયારે 1800થી વધારે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, ટ્રાફિકના(Traffic) નવા નિયમોને લઈને પોલીસ પણ અજાણ હોવાથી ચર્ચા બુથ દ્રારા પોલીસ જવાનોને નવા નિયમોથી જાગૃત કરવામાં આવ્યા છે.
ટ્રાફિકના નિયમોને લઈને વાહન ચાલકોને જાગૃત કરવા અને અકસ્માતનુ પ્રમાણ ઘટાડવા માટે મોટર વ્હિકલ એકટના નિયમોમા ફેરફાર કરીને દંડની જોગવાઈના નવા નિયમોનુ અમલીકરણ થયુ છે. 16 સપ્ટેમ્બરના ગુજરાતમાં લાગુ કરવામાં આવેલાનવા નિયમો મુજબ પોલીસે ટ્રાફીકના નિયમોના ભંગ કરનાર લોકોને દંડ ફટકાર્યો હતો.
વડોદરા: આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા રેસ્ટરોરન્ટ બર્ગર કિંગના ફૂડમાંથી નિકળ્યું મચ્છર
- એક દિવસમા પોલીસે 1866 લોકોને મેમો આપ્યો છે.
- 7 લાખ 2 હજાર 300નો દંડ વસુલ કર્યો
- 622 હેલ્મેટ, 222 સીટ બેલ્ટ, 12 રોંગ સાઈડ અને એક ઓવર સ્પીડ
- લાયસન્સ વગર, સિગ્નલ ભંગ, સ્ટોપ લાઈન અને અન્ય નિયમોના 1000 કેસ
- 3000નો એક મેમો સૌથી મોટો દંડ રહયો
- જુના નિયમો મુજબ એક દિવસમા 6034 કેસમા
- 6 લાખ 88 હજાર દંડ વસુલ કરવામા આવ્યો હતો
મહેમદાવાદ: આઇસર અને રીક્ષા વચ્ચે ગમ્ખવાર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે મોત
મોટર વ્હિલક એક્ટમાં કરવામા આવેલા ફેરફાર બાદ દંડની રકમમા પાંચ ઘણો વધારો થયો છે. હેલ્મેટના 100 રૂપિયાના બદલે 500 રૂપિયા થયા છે. ત્યારે રોંગ સાઈટના 300થી વધુને 1500 રૂપિયા થઈ ગયા છે. આ નિયમોને લઈને ટ્રાફિક પોલીસ પણ અજાણ હતી. જેથી શાહીબાગ ડફનાળા ખાતે ટ્રાફિક પોલીસ,રોડ સેફટી નિષ્ણાત, અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ બુથ ચર્ચા કરીને નવા નિયમોને લઈને જાણકારી આપી હતી. જેથી વાહન ચાલકો દ્વારા પોલીસને નવા નિયમોને લઈને જો ઘર્ષણ થાય તો પોલીસ તેઓને સમજાવવા જાગૃત રહી શકે.
10 રૂપિયા પડી ગયાનું કહી બેંકમાં રૂપિયા ભરવા આવેલી ગાડીમાંથી 20 લાખની ચોરી
અમદાવાદીઓ નવા નિયમો આવ્યા બાદ ટ્રાફિક નિયમોનુ પાલન કરતા નજરે પડયા હતા. હેલ્મેટ, સીટ બેલ્ટ, સ્ટોપ લાઈન અને રેડ સિગ્નલનું પાલન કરી રહયા હતા. પરંતુ હજુ પણ કેટલાક વાહન ચાલકો પોલીસ અને કાયદાના ડર વગર નિયમ ભંગ કરતા પણ ઝડપાયા હતા. આ વાહન ચાલકોને પોલીસે દંડની સાથે નિયમનુ પાલન કરવાનો પાઠ પણ ભણાવ્યો હતો.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે