ઈડીએ મોઈન કુરેશીની 9.35 કરોડની દિલ્હી, રાજસ્થાન સહિતની સંપત્તિ ટાંચમાં લીધી

ઈડી દ્વારા જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં દિલ્હીના છતરપુરમાં આવેલા ફાર્મ હાઉસ, બીકાનેરમાં એક જુના કિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઈડીના અનુસાર મોઈન કુરેશીએ આ સંપત્તિ શેલ કંપનીના નામે ખરીદી હતી. મોઈન કુરેશીએ જે શેલ કંપનીઓના નામે આ સંપત્તિઓ ખરીદી હતી તેમના નામ છે, M/s Evershine Hospitality Pvt Ltd, M/s Skyrise Infratech Pvt Ltd, M/s Impress Estate Pvt Ltd અને M/s Millennium Propcon Pvt Ltd. ઈડીએ સીબીઆઈની એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 
 

ઈડીએ મોઈન કુરેશીની 9.35 કરોડની દિલ્હી, રાજસ્થાન સહિતની સંપત્તિ ટાંચમાં લીધી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરે(Enforcement Director) દ્વારા માંસના નિકાસકાર મોઈન કુરેશી(Moin Qureshi)ની રૂ.9.35 કરોડની સંપત્તિ મની લોન્ડરિંગ(Money Laundering) કેસમાં ટાંચમાં લેવામાં આવી છે. મોઈન કુરેશીની આ સંપત્તિ દિલ્હી, રાજસ્થાન, દહેરાદૂન અને ગોવામાં આવેલી છે. ઈડી દ્વારા જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં દિલ્હીના છતરપુરમાં આવેલા ફાર્મ હાઉસ, બીકાનેરમાં એક જુના કિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઈડીના અનુસાર મોઈન કુરેશીએ આ સંપત્તિ શેલ કંપનીના નામે ખરીદી હતી. 

મોઈન કુરેશીએ જે શેલ કંપનીઓના(Shell Company) નામે આ સંપત્તિઓ ખરીદી હતી. તેમના નામ છે, M/s Evershine Hospitality Pvt Ltd, M/s Skyrise Infratech Pvt Ltd, M/s Impress Estate Pvt Ltd અને M/s Millennium Propcon Pvt Ltd. ઈડીએ સીબીઆઈની એફઆઈઆર(FIR)ના આધારે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 

મોઈન કુરેશીએ સીબીઆઈ(CBI)ના પૂર્વ ડિરેક્ટર એ.પી. સિંહ સાથે મળીને સીબીઆઈની તપાસમાં નિશાન પર આવેલા આરોપીઓના કેસને દબાવી દેવા, તેમને ફાયદા પહોંચાડવા અને તેના બદલે આરોપીઓ પાસેથી પૈસા વસુલીનું કામ પણ શરૂ કર્યું હતું. આ કૌભાંડ બહાર આવ્યા પછી સીબીઆઈએ મોઈન કુરેશી, સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર એ.પી. સિંઘ, આદિત્ય શર્મા અને પ્રદીપ કોનારી સામે કેસ દાખલ કર્યો હતો. 

ઈડીને તપાસમાં જાણવા મળ્યું હતું કે, મોઈન કુરેશી આરોપીઓને ફાયદો પહોંચાડવાના બદલામાં પોતાના સાથીદારો સતીશ સના બાબુ અને અન્ય વ્યક્તિઓ દ્વારા પૈસા ઉઘરાવતો હતો. ત્યાર પછી આ પૈસાને હવાલા દ્વારા વિદેશોમાં મોકલીને શેલ કંપની દ્વારા ભારતમાં સંપત્તિમાં રોકાણ કરતો હતો. આ પૈસા દ્વારા જ તે વિદેશોમાં સરકારી અધિકારીઓને પણ ફાયદો પહોંચાડતો હતો. 

ઈડીએ પોતાની તપાસના આધારે મોઈન કુરેશીને 26 ઓગસ્ટ, 2017ના રોજ પકડ્યો હતો અને ડિસેમ્બર મહિનામાં તે જામીન પર છુટી ગયો હતો. ત્યાર પછી ઈડીએ આ કેસમાં આરોપી મોઈન કુરેશી અને તેના અંગત માણસ સતીશ સના બાબુની 27 જુલાઈ, 2019ના રોજ ફરીથી ધરપકડ કરી હતી. 

સતીશ સના બાબુના કારણે જ સીબીઆઈમાં તત્કાલિન ડિરેક્ટર આલોક કુમાર વર્મા અને વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે જંગ છેડાયો હતો. રાકેશ અસ્થાના જે કેસની તપાસ કરી રહ્યા હતા તેઓ સતીશ સના બાબુની ધરપકડ કરવા માગતા હતા, જ્યારે આલોક વર્મા સતીશ સના બાબુનો બચાવ કરી રહ્યા હતા. ઈડી અત્યાર સુધી આ કેસમાં મોઈન કુરેશીની 12.69 કરોડની સંપત્તી એટેચ કરી ચુકી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news