Shah Rukh Khan પુત્ર વિશે આ શું બોલ્યો? 'તે જવાનીમાં બધા ગંદા કામ કરે જે મે નથી કર્યા, સેક્સ-ડ્રગ્સ...'

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન રોમેન્ટિક હીરો તરીકે જાણીતો છે. તે તેના પરિવારની ખુબ જ નજીક છે. પરિવારને લઈને ખુબ પઝેસિવ પણ છે. શાહરૂખ પોતાની વાતો ખુલીને કરે છે. એકવાર તો શાહરૂખે મોટા પુત્ર આર્યન માટે એવી વાત કરી નાખી તે જે કોઈ સપનામાં પણ ન વિચારી શકે. 
Shah Rukh Khan પુત્ર વિશે આ શું બોલ્યો? 'તે જવાનીમાં બધા ગંદા કામ કરે જે મે નથી કર્યા, સેક્સ-ડ્રગ્સ...'

Shah Rukh Khan Shocking Statement: બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન રોમેન્ટિક હીરો તરીકે જાણીતો છે. તે તેના પરિવારની ખુબ જ નજીક છે. પરિવારને લઈને ખુબ પઝેસિવ પણ છે. શાહરૂખ પોતાની વાતો ખુલીને કરે છે. એકવાર તો શાહરૂખે મોટા પુત્ર આર્યન માટે એવી વાત કરી નાખી તે જે કોઈ સપનામાં પણ ન વિચારી શકે. 

હકીકતમાં શાહરૂખે 1997માં સિમી ગરેવાલના ટોક શોમાં પોતાની પત્ની ગૌરી સાથે હાજરી આપી હતી. તે સમયે આર્યનનો જન્મ થયો હતો. ઈન્ટરવ્યુમાં સિમી ગરેવાલે જ્યારે શાહરૂખને પૂછ્યું કે પુત્ર આર્યનનો ઉછેર કેવી રીતે કરશો? ત્યારે શાહરૂખે કહ્યું કે હું ઈચ્છું છું કે મારો પુત્ર એ તમામ ગંદા કામ કરે જે હું જવાનીમાં ન કરી શક્યો. શાહરૂખે એમ પણ કહ્યું કે,     હું ઈચ્છું છું કે મારો પુત્ર જ્યારે મોટો થાય ત્યારે હું તેને કહીશ કે છોકરીઓનો પીછો કરે. શાહરૂખનું કહેવું હતું કે જ્યારે આર્યન 3-4 વર્ષનો થઈ જશે ત્યારે તે તેને કહેશે કે તે છોકરીઓની પાછળ જઈ શકે છે. 

શાહરૂખે સિમીના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે- હું ઈચ્છું છું કે તે સેક્સ કરે, ડ્રગ્સ પણ કરે. તે જેટલું જલદી આ કામ શરૂ કરી દે તેટલું સારું હશે. શાહરૂખે કહ્યું હતું કે જો આર્યન ઘરની બહાર જશે તો હું ઈચ્છીશ કે તે મારી સાથે કામ કરનારા લોકો કે જેમની પુત્રીઓ છે, તે આવીને મારી પાસે તેની ફરિયાદ કરે. 

અત્રે જણાવવાનું કે શાહરૂખ ખાન 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં પેદા થયો હતો. તેના માતા પિતાનું નામ લતીફ ફાતિમા ખાન અને તાજ મોહમ્મદ ખાન હતું. તેનું બાળપણ બેંગલુરુમાં પસાર થયું હતું. પિતા ચીફ એન્જિનિયર હતા. શાહરૂખને 555 નંબર પર ખુબ પ્રેમ છે. શાહરૂખની બધી ગાડીઓના નંબરમાં 555 આવે છે. જો શાહરૂખ અને ગૌરીના પ્રેમની વાત કરીએ તો બંનેની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. જ્યારે શાહરૂખ ગૌરી પર દિલ હાર્યો હતો ત્યારે તેની ઉંમર ફક્ત 19 વર્ષ અને ગૌરીની 14 વર્ષ હતી.

આ બાજુ હવે ફેન્સને હવે એ ઈન્તેજાર છે કે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ફિલ્મોમાં ક્યારે જોવા મળશે. આર્યનનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે. હવે એ જોવાનું છે કે તે ફિલ્મી દુનિયામાં ક્યારે ડગ માંડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news