પેરેન્ટ્સ સૈફ-અમૃતાના હિટ ગીત પર ડાન્સ કરશે સારા અલી ખાન, IIFA માં થશે ધમાલ!

બાળપણમાં પિતાની સાથે IIFA માં ભાગ લેનાર અભિનેત્રી સારા અલી ખાન (sara ali khan) પહેલીવાર IIFA માં પરફોર્મ કરશે. સારા અલી ખાન (sara ali khan) ઇન્ટરનેશનલ ઇન્ડીયલ ફિલ્મ એકેડમી (આઇફા)ની 20 એડિશનમાં પરફોર્મ કરશે. 

પેરેન્ટ્સ સૈફ-અમૃતાના હિટ ગીત પર ડાન્સ કરશે સારા અલી ખાન, IIFA માં થશે ધમાલ!

નવી દિલ્હી: હાલમાં સારા અલી ખાન (sara ali khan) પોતાની આગામી ફિલ્મોને લઇને ચર્ચામાં છે. તો થોડા દિવસો પહેલાં તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ રહ્યો છે. તો બીજી તરફ સારા અલી ખાન (sara ali khan)ને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તે પોતાના માતા-પિતાના હિટ સોન્ગ્સ પર ઠુમકા લગાવવાની છે. 

બાળપણમાં પિતાની સાથે IIFA માં ભાગ લેનાર અભિનેત્રી સારા અલી ખાન (sara ali khan) પહેલીવાર IIFA માં પરફોર્મ કરશે. સારા અલી ખાન (sara ali khan) ઇન્ટરનેશનલ ઇન્ડીયલ ફિલ્મ એકેડમી (આઇફા)ની 20 એડિશનમાં પરફોર્મ કરશે. 

જેમાં તે પોતાના પિતા સૈફ અલી ખાન અને પોતાની માતા અમૃતા સિંહના લોકપ્રિય ગીત પર ડાન્સની પ્રસ્તૃત કરવાની છે. મુંબઇમાં રવિવારે એવોર્ડ શો માટે પ્રેક્ટિસ દરમિયાન (sara ali khan)એ મીડિયાની સામે રહસ્ય ખોલ્યું છે.
Sara Ali Khan 

સારા (sara ali khan)એ કહ્યું ''હું બાળપણથી આઇફા એવોર્ડ શો જોતી આવી રહ્યું છે. હું મારા પિતાની સાથે આઇફા એવોર્ડ્સમાં આવી ચૂકી છું. મને યાદ છે કે બે વર્ષ પહેલાં આઇફા ન્યૂજર્સીમાં આયોજિત થયો હતો અને હું મારા પિતા સાથે ન્યૂયોર્કમાં હતી. પરંતુ કાર્યક્રમમાં જઇ શકી નથી.'

કાર્યક્રમમાં ન જઇ શકવાનું કારણ બતાવતાં સારા (sara ali khan) એ જણાવ્યું કે કારણ કે તેમણે (સૈફ અલી ખાન) કહ્યું તુ કેમ ભાગ લેવા માંગે છે, તને આમંત્રિત કરી નથી? તો આ વર્ષે મારા માટે આઇફા ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મને આ વખતે આમંત્રિત કરવામાં આવી છે. હું ત્યાં પરફોર્મ કરવાની છું અને હવે મને હકિકતમાં મહેસૂસ થઇ રહ્યું છે કે હું ઉદ્યોગનો ભાગ બની ગઇ છે. 
sara ali khan

સારા (sara ali khan)એ આગળ જણાવ્યું કે તે માધુરી દીક્ષિત નેને અને રણવીર સિંહની સાથે પ્રસ્તૃતિ આપશે. તેને પૂછવામાં આવ્યું કે કયા ગીત પર ડાન્સ કરવાની છે, સારાએ જણાવ્યું કે ''હું મારા ગીત પર ડાન્સ કરવાની છું પરંતુ હું આ કાર્યક્રમમાં પહેલીવાર પ્રસ્તૃતિ આપવાની છું, એટલા માટે મારી માતા અને પિતાના ગીતો પર ડાન્સ કરીશ. 

(ઇનપુટ આઇએએનએસમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news