PM Modi Birthday Live: નર્મદા નીરના વધામણા બાદ ગરુડેશ્વર પહોંચ્યા પીએમ, દત્ત ભગવાન સામે શિશ ઝૂકવ્યૂં
પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નર્મદા નદીના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર પહોંચ્યા છે. જન્મદિવસ હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. મંદિર દર્શન બાદ તેઓ ડેમ સાઈટ પાસે જાહેર સભાને સંબોધન કરશે. નર્મદાના કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ ગાંધીનગર પરત ફરશે. ત્યાર બાદ તેઓ બપોરે હીરાબાના આર્શીવાદ લે તેવી શક્યતા છે.
Trending Photos
અમદાવાદ :પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને નર્મદા નદી (Narmada River)ના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ (Narmada Dam) પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર (Garudeshwar) પહોંચ્યા છે. જન્મદિવસ (Narendra Modi Birthday) હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. મંદિર દર્શન બાદ તેઓ ડેમ સાઈટ પાસે જાહેર સભાને સંબોધન કરશે. પીએમ મોદી (PM Modi Live)એ ગરુડેશ્વર મંદિરમાં આરતી પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગરુડેશ્વરનું મંદિર મરાઠી સમાજની આસ્થાનું મોટુ કેન્દ્ર રહેલુ છે. પીએમ મોદી (PM Modi birthday)એ બીજીવાર આ મંદિરમાં દર્શન કર્યા છે. આ પહેલા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે મંદિરની મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પણ અનેકવાર આ મંદિરના દર્શન કર્યાં છે.
કેવડિયા ખાતેના કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ ગાંધીનગર (Gandhinagar) પરત ફરશે. ત્યાર બાદ તેઓ બપોરે હીરાબા (Hiraba)ના આર્શીવાદ લે તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે