વધી રહી છે સારા અને સુશાંતની દુશ્મની, આ છે લેટેસ્ટ પુરાવો

હાલમાં સારા અને કાર્તિક આર્યનની તેમજ સુશાંત અને રિયા ચક્રવર્તીની રિલેશનશીપની ચર્ચા છે

વધી રહી છે સારા અને સુશાંતની દુશ્મની, આ છે લેટેસ્ટ પુરાવો

નવી દિલ્હી : સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અમૃતા સિંહ (Amrita Singh)ની દીકરી સારા અલી ખાને (Sara Ali Khan) પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે કરી હતી. જોકે કેદારનાથ (Kedarnath)માં જોવા મળેલી આ જોડીમાં એટલો મોટો મતભેદ  થઈ ગયો છે કે તેઓ એડ ફિલ્મમાં પણ સાથે કામ નથી કરવા ઇચ્છતા. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ બંનેને એકસાથે એડ ફિલ્મમાં લેવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બ્રાન્ડ પહેલા ઓફરને લઈને સુશાંત સિંહ રાજપૂત પાસે પહોંચી હતી, જે તેણે ફગાવી દીધી હતી. રિપોર્ટ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂત હવે સારા અલી ખાન સાથે બીજીવાર સ્ક્રીન શેર કરવા માગતો નથી. ઉલ્લેખનીય છે કે સુશાંત હાલ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો છે.  ભૂતકાળમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને કેટલાક સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે સારા અલી ખાનની મમ્મી અમૃતા સિંહને આ રિલેશનશિપને લઈને વાંધો હતો. 

સુશાંત અને સારામાંથી કોઈએ પણ પબ્લિકમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નહોતો. ‘કેદારનાથ’ની આ જોડી વચ્ચે બ્રેકઅપ થયું હોવાના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે સુશાંતે સારાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી. કેટલાક રિપોર્ટ પ્રમાણે સારા સુશાંતને લઈને ખૂબ પસેઝિવ રહેવા લાગી હતી. આ કારણે બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો અને એટલે જ તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news