#MeToo : એરપોર્ટ પર મિત્રએ નાખ્યો છાતી પર હાથ ! તનુશ્રી પછી પૂજા ભટ્ટનો ચોંકાવનારો ખુલાસો 

હાલમાં પૂજા ભટ્ટે પોતાનો અનુભવ શેયર કર્યો છે

#MeToo : એરપોર્ટ પર મિત્રએ નાખ્યો છાતી પર હાથ ! તનુશ્રી પછી પૂજા ભટ્ટનો ચોંકાવનારો ખુલાસો 

મુંબઈ : તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ સામે આવ્યા પછી મહેશ ભટ્ટની દીકીર પૂજા ભટ્ટ પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર બોલી છે. હાલમાં એક ઇવેન્ટમાં પૂજાએ પોતાનો અનુભવ શેયર કર્યો હતો. પૂજાએ મહિલાઓ પર થતા અત્યારચાર વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, મહિલાઓ ઘરમાં અને બહાર પણ અસુરક્ષિત છે. પૂજા ભટ્ટે પોતાની સાથે બનેલી એક ઘટના વિશે વાત કરતા કહ્યું કે, એરપોર્ટ પર મારા મિત્રએ મારી છાતી પર હાથ રાખ્યો હતો. પોતાની જૂની ઘટનાને યાદ કરતા પૂજા ભટ્ટે કહ્યું કે, એરપોર્ટ પર મારી સાથે બેસેલા મિત્રએ મારી છાતી પર હાથ રાખ્યો ત્યારથી મને લાગી રહ્યું છે કે મહિલાઓએ વધારે સ્માર્ટ થવાની જરૂર છે.

આ ઇવેન્ટમાં પૂજાએ જણાવ્યું કે તે એક આલ્કોહોલિક સાથે રિલેશનશિપમાં હતી અને તેના હાથે તે શોષણનો શિકાર બની ચુકી છે. પૂજાએ કહ્યું, “હું એક આલ્કોહોલિક સાથે રિલેશનશિપમાં હતી. તે મને મારતો હતો. મે જ્યારે આ વાત લોકો સાથે શેયર કરી તો લોકોએ મારા પર જ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હું તમને જણાવી દઉં કે, મહેશ ભટ્ટની દીકરી હોવાથી મારું દુ:ખ ઓછું નહોતુ થયું. મારી સાથે એવો જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો.”

 તનુશ્રી અને નાના પાટેકરની વાત પર પૂજા ભટ્ટે કહ્યું કે આ મામલાના 2 વર્ઝન છે. પહેલું વર્ઝન કે જે લોકો નાના પાટેકર સાથે કામ કરી ચૂક્યા છે તેમનું કહેવું છે કે નાના પાટેકર ઘણા ઉદાર વ્યક્તિ છે. બીજા એ કે જે કહી રહ્યા છે તનુશ્રીને બોલવાનો પૂરો મોકો મળવો જોઇએ અને તનુશ્રીનો અવાજ દબાવવો ન જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news