KGF Chapter 3 : હવે બહુ રાહ નહિ જોવી પડે, નિર્માતાએ ફિલ્મ વિશે કરી જાહેરાત

KGF Chapter 3 : વર્ષ 2025 મા ફ્લોર પર જોવા મળશે કેજીએફ ચેપ્ટર 3. જેના બાદ વર્ષ 2026 માં થિયેટરમાં આ ફિલ્મ જોવા મળશે... આ ફિલ્મને લઈને નિર્માતા વજય કિરાગંદૂરે જાહેરાત કરી  

KGF Chapter 3 : હવે બહુ રાહ નહિ જોવી પડે, નિર્માતાએ ફિલ્મ વિશે કરી જાહેરાત

KGF Chapter 3 : વર્ષ 2022 માં અભિનેતા યશની કેજીએફ ચેપ્ટર 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. જેને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. જેના બાદ હોમ્બલે ફિલ્મના નિર્માતા વિજય કિરાગંદૂરે એક જાહેરાત કરી હતી. કેજીએફ ફિલ્મનો ત્રીજો ભાગ આવશે તેવી જાહેરાત હવે થઈ ગઈ છે. કેજીએફ ચેપ્ટર 3 ને લઈને નિર્માતા કિરાગંદૂરે કહ્યું કે, કેજીએફ ચેપ્ટર 3 ફિલ્મ રોસ્ટરનો ભાગ હતી. 

નિર્માતાએ આગળ કહ્યું કે, તેઓ આ ફિલ્મને વર્ષ 2022 ના ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં થિયેટરમાં લાવવાનુ વિચારી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે, આ ફિલ્મ માટે યશે પોતાના કેજીએફ લુકમાં કોઈ ચેન્જ કર્યો નથી. તેઓ આજે પણ પોતાના લાંબા વાળ અને દાઢી સાથે નજર આવે છે. સ્ટોરીના અંતિમ ચેપ્ટરને જોયા બાદ ફેન્સનુ અનુમાન છે કે, અભિનેતા ફિલ્મનો ત્રીજો ભાગ પણ લઈને આવી શકે છે. હવે વિજય કિરાગંદૂરે ખુલાસો કરી દીધો છે કે, કેજીએફ ચેપ્ટર 3 આખરે ક્યારે રિલીઝ થશે. 

આ પણ વાંચો : 

કેજીએફને લઈને યશ કરી રહ્યા છે પ્લાન
કેજીએફ ચેપ્ટર 2 રિલીઝ થયા બાદ વર્ષ 2022 ની ઓક્ટોબરમાં ચેપ્ટર 3ની સ્ટોરી વાયરલ થઈ ગઈ હતી. જેના થોડા સમય બાદ પ્રોડક્શન હાઉસે કહ્યુ હતું કે, હાલ તેમની પાસે કોઈ સ્ટોરી નથી. પરંતુ તેઓ ક્યારે શુટિંગ શરૂ કરશે તે નક્કી નથી.  તેઓએ જણાવ્યુ હતું કે, વર્ષ 2022 માં કેજીએફના ચેપ્ટર 3 ને લઈે કંઈ પણ સંભવ ન હતું. આ ઉપરાંત ફિલ્મના મુખ્ય કલાકાર યશે કહ્યુ હતું કે, તેઓ પોતાની ટીમની સાથે ફિલ્મને લઈને કેટલાક એક્સાઈટેડ પ્રોજેક્ટ પ્લાન કરી રહ્યાં છે. જેને લઈને જલ્દી જ અપડેટ આપશે. 

વર્ષ 2026 માં રિલીઝ થશે ફિલ્મ
નિર્માતા વિજયે કહ્યુ કે, કેજીએફ ચેપ્ટર 3 નુ શુટિંગ વર્ષ 2025 માં શરૂ થશે. જેનો મતલબ એ છે કે, ફિલ્મ વર્ષ 2026મા થિયેટરમાં જોવા મળશે. તેમણે એમ પણ કહ્યુ કે, કેજીએફ ફ્રેન્ચાઈઝીની સાથે કામ કરવાનુ જલ્દી જ ચાલુ કરશે. તેમાં અનેક ભાગ બતાવવામા આવશે. જેમ કે, જેમ્સ બોન્ડની ફ્લિક. ફિલ્મના મુખ્ય પાત્ર પર પણ વિચાર કરી શકાય છે. નિર્માતાએ જણાવ્યું કે, ફિલ્મના ચેપ્ટર 3 માં 70 ના દાયકાનો અંત અને 80 દાયકાની શરૂઆત બતાવવામા આવશે. જે ઉપરાંત એ પણ આશા એ પણ છે કે, પાત્રનું મોત નહિ થાય.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news