Ayushman Card Eligibility: આયુષ્માન કાર્ડ માટે પાત્ર છો કે નહીં, ઘરે બેઠા મિનિટમાં જાણો, 5 લાખની મફત સારવાર મળશે

Ayushman card Eligibility: આયુષ્માન કાર્ડ દ્વારા જરૂરીયાત મંદને 5 લાખ રૂપિયાની ફ્રી સારવારની સુવિધા મળી રહી છે. જો તમે પણ પાત્ર છો તો યોજનાનો લાભ લઈ શકો છો. અહીં આપવામાં આવેલી જાણકારીની મદદથી તમે પાત્રતા ચેક કરી શકો છો.

Ayushman Card Eligibility: આયુષ્માન કાર્ડ માટે પાત્ર છો કે નહીં, ઘરે બેઠા મિનિટમાં જાણો, 5 લાખની મફત સારવાર મળશે

નવી દિલ્હીઃ Ayushman card Eligibility: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક આયુષ્માન ભારત યોજના છે. જે હવે 'આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના' તરીકે ઓળખાય છે. યોજના દ્વારા, પાત્ર લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જેના દ્વારા તેઓ પસંદગીની હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.

યોજનાનો લાભ તમને મળશે કે નહીં, તે માટે તમારે પાત્રતા જાણવી પડશે. આ કામને નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી તમે ઘર બેઠા કરી શકો છો. તો આવો જાણીએ. યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. સાથે તેનું નામ સામાજિક-આર્થિક જાતિ જનગણના SECC- 2011માં હોવું જોઈએ. 

આ સ્ટેપ્સને ફોલો કરી ઘરે બેસીને ચેક કરી શકો છો પાત્રતા (How TO Check Ayushman card Eligibility)
- આયુષ્માન કાર્ડની પાત્રતા જાણવા માટે સૌથી પહેલાં તમારે ઓફિશિયલ વેબસાઇટ https://mera.pmjay.gov.in/search/eligible પર જવું પડશે. 
- ત્યારબાદ તમારે મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને નીચે આપેલ કેપ્ચા કોડ એન્ટર કરવો પડશે.
- ત્યારબાદ નવું પેજ ખુલીને આવશે.
- અહીં પહેલાં તમારે તમારૂ રાજ્ય પસંદ કરવું પડશે, જ્યાંના તમે રહેવાસી છો. 
- હવે નીચે સિલેક્ટ કેટેગરીના ઓપ્શનમાં તમારી સામે પાત્રતાની તપાસ માટે મોબાઇલ નંબર, નામ, રેશન કાર્ડ નંબરનો વિકલ્પ આવશે.
- તેમાં સિલેક્ટ કરીને ડિટેલ ભરો.
- જો તમારૂ નામ પેજની જમણી તરફ જોવા મળી રહ્યું છે તો તમે તેના માટે પાત્ર છો.
- આ સિવાય તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પાત્રતા ચેક કરી શકો છો.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાને વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી યોજનામાં આશરે 4.5 કરોડ લોકો જોડાઈ ચુક્યા છે. જેના દ્વારા સરકાર 5 લાખ સુધીની સારવાર ફ્રી ઉપલબ્ધ કરાવે છે. યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અરજી કરી શકાય છે. યોજના દ્વારા પાત્ર લોકોને આયુષ્માન ગોલ્ડન કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા તે પસંદગીની હોસ્પિટલમાં જઈને ફ્રી સારવાર કરાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news