બ્રેકિંગ : એકતા કપૂર લગ્ન કર્યા વગર બની ગઈ રિયલ લાઇફમાં દીકરાની માતા !

27 જાન્યુઆરીએ એકતાના ઘરે પારણું બંધાયું છે 

બ્રેકિંગ : એકતા કપૂર લગ્ન કર્યા વગર બની ગઈ રિયલ લાઇફમાં દીકરાની માતા !

મુંબઈ : બોલિવૂડમાં એવા અનેક કપલ છે જે સરોગસીની મદદથી માતા-પિતા બન્યા છે. શાહરૂખ ખાન, સની લિયોની, સોહેલ ખાન અને કૃષ્ણા અભિષેકનો સમાવેશ આવા સ્ટાર્સની યાદીમાં કરી શકાય છે. કેટલીક સેલિબ્રિટીઓ તો એવી છે જેણે લગ્ન કર્યા વગર જ સરોગસીની મદદથી માતા-પિતા બનવાનું પસંદ કર્યું છે. આવા સેલિબ્રિટીઓમાં તુષાર કપૂર અને કરણ જોહરનો સમાવે થાય છે અને હવે એમાં તુષારની બહેન એકતા કપૂરનો સમાવેશ થઈ ગયો છે. 

મળતા સમાચાર પ્રમાણે એકતા 27 જાન્યુઆરીએ સરોગસીની મદદથી માતા બની છે તેમજ બાળક અને માતાની તબિયત સારી છે. એકતાના પહેલા સંતાન તરીકે દીકરો આવ્યો છે. એકતાનો ભાઈ તુષાર પણ 3 વર્ષ પહેલાં સરોગસીના માધ્યમથી દીકરા લક્ષ્યનો પિતા બન્યો છે. એકતા ભાઈના દીકરા લક્ષ્યની બહુ નજીક છે અને હવે તે પોતે માતા બની છે. 

થોડા સમય પહેલાં એકતાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે લગ્ન નહીં કરે પણ ચોક્કસપણે માતા બનશે. તેણે સ્વીકાર્યું હતું કે તે બાળકની જવાબદારી ઉઠાવવા સંપૂર્ણપણે તૈયાર છે. એકતાએ પોતાની નિર્ધાર પુર્ણ કર્યો અને લક્ષ્યને પણ કઝિન સાથે રમવાનો ચાન્સ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news