PHOTO : બોલિવૂડ સિંગરના ઘરે આવી નાની પરી, નવું વર્ષ લાવ્યું ખુશખબર

અંકિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેયર કરી છે

PHOTO : બોલિવૂડ સિંગરના ઘરે આવી નાની પરી, નવું વર્ષ લાવ્યું ખુશખબર

મુંબઈ : ફિલ્મ ‘આશિકી-2’ના ગીત ‘સુન રહા હૈ ના તુ’ ફેમ અંકિત તિવારીને ત્યાં એક નવા મહેમાનનું આગમન થયું છે. વોઈસકિંગ અંકિત તિવારીને ત્યાં દીકરીના પિતા બની ચૂક્યો છે. આ પ્રસંગે તેણે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાની પત્ની સાથે જોવા મળ્યો હતો. અંકિતે પોતાનો આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, ભગવાને મને આ નવા વર્ષે એક સારી એવી ગિફ્ટ આપી છે. આ દુનિયામાં તારું સ્વાગત છે. અંકિતની પત્નીએ 28 ડિસેમ્બર, 2018ના દિવસે દીકરીને જન્મ આપ્યો છે. 

A post shared by Ankit Tiwari (@ankittiwari) on

ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટે તેની દીકરીનું નામ આર્યા તિવારી રાખ્યું છે. વર્ષ 2018માં અંકિત તિવારીના લગ્ન પલ્લવી સાથે થયા હતા. પલ્લવીએ 28મી ડિસેમ્બર 2018ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. જેની તસવીર અંકિતે હાલમાં પોસ્ટ કરી હતી. તેની આ તસીવર પર 27 હજારથી વધારે લાઈક્સ મળી રહી છે. આ ઉપરાંત અંકિતના ફ્રેન્ડસ તેને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. અંકિતના લગ્ન તેના હોમટાઉ કાનપુરમાં થયા હતા અને તેની પત્ની પલ્લવી મિકેનીકલ એન્જિયર છે. પલ્લવીની પસંદગી તેની દાદીએ કરી છે. 

અંકિતે પોતાની સિંગિગ કરિયરની શરૂઆત જિંગલ્સ બનાવવાથી કરી હતી. તેણે અનેક સિરિયલ્સ માટે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે અને તેને પહેલીવાર 2012માં ફિલ્મ 'આશિકી 2'નું એક ગીત ગાવાની તક મળી. ફિલ્મ ‘આશિકી-2’ના ગીત ‘સુન રહા હૈ ના તુ’  સુપરહિટ સાબિત થયું હતું અને પછી તેને અનેક ગીતો ગાવાની તક મળી હતી.  તેણે 'એક વિલન'નું ગીત 'તેરી ગલિયાં' પણ ગાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news