નેશનલ એવોર્ડ સાથે કલાકારોને મળે છે આટલી પ્રાઈઝ મની, જાણો આ વર્ષે કયા કયા કલાકારો છે યાદીમાં

National Award 2023: એવોર્ડ સેરેમનીમાં અભિનેત્રી વહીદા રહેમાનને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. સાથે જ ક્રિતી સેનન, આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી, અલ્લુ અર્જુન સહિતના કલાકારોને પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. 

નેશનલ એવોર્ડ સાથે કલાકારોને મળે છે આટલી પ્રાઈઝ મની, જાણો આ વર્ષે કયા કયા કલાકારો છે યાદીમાં

National Award 2023: દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક નેશનલ ફિલ્મ એવોર્ડ છે. દરેક ફિલ્મ કલાકારનું સપનું હોય છે કે તેનું નામ પણ નેશનલ એવોર્ડ વિનર્સ ની યાદીમાં આવે. તાજેતરમાં જ દિલ્હી ખાતે નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમની યોજાઇ હતી જેમાં અલગ અલગ કલાકારોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. એવોર્ડ સેરેમનીમાં અભિનેત્રી વહીદા રહેમાનને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. સાથે જ ક્રિતી સેનન, આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી, અલ્લુ અર્જુન સહિતના કલાકારોને પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. 

જે કલાકારોને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે તેમને પ્રાઈઝ મની ઉપરાંત કેટલીક વસ્તુઓ પણ આપવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે નેશનલ એવોર્ડમાં કલાકારોને કયા એવોર્ડમાં કેટલી પ્રાઈઝ મની અને કઈ કઈ વસ્તુ એનાયત કરવામાં આવે છે.

પ્રાઈઝ મની

આ પણ વાંચો:

બેસ્ટ ફીચર ફિલ્મ - 2.5 લાખ રૂપિયા

ઇન્દિરા ગાંધી એવોર્ડ - 1.25 લાખ રૂપિયા

બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ - 1.5 લાખ રૂપિયા

દાદા સાહેબ ફાળકે એવોર્ડ - 10 લાખ રૂપિયા, પ્રશસ્તિ પત્ર અને શાલ.

નેશનલ એવોર્ડ પ્રાઈઝ મની

નરગીસ દત્ત એવોર્ડ - 1.5 લાખ રુપિયા

સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મ - 1.5 લાખ રુપિયા

અસમિયા ફિલ્મ - 1.5 લાખ રુપિયા

બેસ્ટ ફિલ્મ - 1 લાખ રૂપિયા

બેસ્ટ એક્ટર - 50 હજાર રુપિયા

બેસ્ટ એક્ટ્રેસ - 50 હજાર રુપિયા

નોન ફીચર ફિલ્મ - 50 થી 75 હજાર રૂપિયા

કેટલી કેટેગરીમાં મળે છે એવોર્ડ ?

નેશનલ ફિલ્મ એવોર્ડ બે કેટેગરીમાં રાખવામાં આવે છે. કેટેગરી અનુસાર કલાકારને પ્રાઈઝ મની અને ખિતાબ દેવામાં આવે છે. જેમાં પહેલા સ્વર્ણ કમલ અને બીજું રજત કમલ છે. સ્વર્ણ કમલ કેટેગરીમાં વિજેતાને વધુ પ્રાઈઝ મની મળે છે જ્યારે રજત કમલ કેટેગરીમાં વિજેતાને ઓછી પ્રાઈઝ મની મળે છે.

આ પણ વાંચો:

વર્ષ 20023 ના નેશનલ એવોર્ડ વિનર્સની યાદી

બેસ્ટ ફિચર ફિલ્મ- સરદાર ઉધમ, રોકેટ્રી-ધ નામ્બી ઇફેક્ટ્સ

બેસ્ટ અભિનેતા- અલ્લુ અર્જુન 

બેસ્ટ અભિનેત્રી- આલિયા ભટ્ટ, કૃતિ સેનન  

બેસ્ટ દિગ્દર્શન- નિખિલ મહાજન મરાઠી ફિલ્મ ગોદાવરી

બેસ્ટ સહાયક અભિનેત્રી - પલ્લવી જોશી 

શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પંકજ ત્રિપાઠી 

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ- શેરશાહ

શ્રેષ્ઠ સંગીત નિર્દેશન- DSP (પુષ્પા અને RRR)

નરગીસ દત્ત એવોર્ડ નેશનલ ઈન્ટિગ્રેશન બેસ્ટ ફિલ્મ - ધ કાશ્મીર ફાઇલ્સ

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર- સરદાર ઉધમ સિંહ

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન- સરદાર ઉધમ સિંહ

સંપાદન- ગંગુબાઈ કાઠિયાવાડી

બેસ્ટ કોરિયોગ્રાફી- RRR

બેસ્ટ સિનેમેટોગ્રાફી - સરદાર ઉધમ સિંહ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news