Gold Rate Today: દુનિયાભરમાં મચેલી ઉથલપાથલની અસર સોના પર, લેટેસ્ટ ભાવ જાણી તમને પણ ધ્રુજારી છૂટશે!
Gold Price Today: દુનિયાભરના બજારમાં મચેલી હલચલથી કોમોડિટી માર્કેટમાં પણ હલચલ જોવા મળી રહી છે. પરિણામે સોનું અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં એટલે કે MCX પર શુક્રવારે સોનું અને ચાંદી બંને મજબૂતાઈ સાથે ખુલ્યા.
Trending Photos
Gold Price Today: દુનિયાભરના બજારમાં મચેલી હલચલથી કોમોડિટી માર્કેટમાં પણ હલચલ જોવા મળી રહી છે. પરિણામે સોનું અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં એટલે કે MCX પર શુક્રવારે સોનું અને ચાંદી બંને મજબૂતાઈ સાથે ખુલ્યા. સોનું 200 રૂપિયા ઉપર જઈને 58200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. તેમાં હજુ પણ 170 રૂપિયાની મજબૂતાઈ જોવા મળી છે. જ્યારે ચાંદી પણ લગભગ 800 રૂપિયાની મજબૂતાઈ સાથે ખુલી. MCX પર ચાંદી 67250 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહી છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં આવેલા ઉછાળાથી શરાફા બજારમાં પણ હલચલ જોવા મળી છે. દિલ્હીના શરાફા બજારમાં ગુરુવારે સોનાનો ભાવ 380 રૂપિયાની તેજી સાથે 57,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. જ્યારે ચાંદીનો ભાવ 90 રૂપિયાના ઘટાડા સાથે 66,535 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો.
22-24kt Gold Price
અલગ અલગ કેરેટ પ્રમાણે ગોલ્ડનો શું ભાવ ચાલે છે એ પણ જોઈએ. IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) ચાલી રહેલા ગોલ્ડના ભાવ આ પ્રમાણે છે.
Gold Jewellery Retail Selling Rate
ફાઈન ગોલ્ડ (999) ₹5834
22 કેરેટ ₹5694
20 કેરેટ ₹5192
18 કેરેટ ₹4726
( ગોલ્ડના આ ભાવ પ્રતિ 10 ગ્રામ છે અને તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ જોડવામાં આવ્યા નથી.)
International Gold Price:
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનું 1932 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 22.04 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહેલું જોવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે