Gold Rate Today: મકર સંક્રાંતિ બાદ સોનું-ચાંદી જબરદસ્ત ઉછળ્યા, સોનાનો લેટેસ્ટ ભાવ જાણી ધ્રાસકો પડશે, શું થશે હવે?

કમૂરતા ઉતરતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં જબર ઉછાળો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોનું કે ચાંદી  ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો  ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી  લો. 

Gold Rate Today: મકર સંક્રાંતિ બાદ સોનું-ચાંદી જબરદસ્ત ઉછળ્યા, સોનાનો લેટેસ્ટ ભાવ જાણી ધ્રાસકો પડશે, શું થશે હવે?

આંતરરાષ્ટ્રીય બજારમાં બુલિયન્સના ભાવમાં તેજી વચ્ચે ઘરેલુ વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ ઉછળવા લાગ્યા છે. ગુરુવારે સોના અને ચાંદીમાં તેજી જોવા મળી. વાત જાણે એમ છે કે ગ્લોબલ માર્કટમાં ભાવ $2,730 આસપાસ છે. અમેરિકામાં CPI ના આંકડા અંદાજા કરતા ઓછા રહ્યા છે. ડિસેમ્બરમાં મોંઘવારી 3.2% વધી. જ્યારે 3.3%નું અનુમાન હતું. ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ, 109ની આસપાસ ચાલી રહી છે. આવામાં તેના પગલે કોમેક્સ પર સોનામાં વધારો જોવા મળ્યો. વાયદા બજાર અને ઘરેલુ રિટેલ બજારમાં સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો. 

MCX Gold-Silver Price
વાયદા બજાર MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું 192 રૂપિયાની તેજી સાથે 78,902 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. બુધવારે તે 78,710 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 283 રૂપિયાના વધારા સાથે 93,139 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે ટ્રેડ થતી જોવા મળી. જે કાલે 92,856 રૂપિયાના ભાવે બંધ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 294 રૂપિયા ઉછળીને 78,718 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 78,424 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,668 રૂપિયા ઉછળીને આજે 91,218 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી જે કાલે 89,550 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 16, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/FTehWprC38

— IBJA (@IBJA1919) January 16, 2025

કેમ આવી સોના ચાંદીમાં તેજી
બજારના સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક આભૂષણ વિક્રેતાઓની તાજી માંગણી અને વિદેશી બજારોમાં મજબૂતીના વલણને કારણે સોનામાં તેજી આવી. એચડીએફસી સિક્યુરિટીઝમાં વરિષ્ઠ વિશ્લેષક(જીંસ) સૌમિલ ગાંધીએ કહ્યું કે અમેરિકાના ઉત્પાદક મૂલ્ય સૂચકાંકના નબળા આંકડા બાદ અમેરિકી ડોલરમાં આવેલા ઘટાડાના કારણે  બુધવારે સોનામાં તેજી આવી. મોંઘવારી ઘટવાથી ફેડરલ રિઝર્વ દ્વારા  વર્ષે વ્યાજ દરોમાં કમી કરવાની સંભાવના વધી શકે છે અને તેનાથી કિંમતી ધાતુઓને વધુ  લાભ થશે. 

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news