DL, RC માટે આવ્યા અત્યંત મહત્વના સમાચાર, આ 18 સુવિધા હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે
Driving License Online: ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે હવે તમારે RTO જવાની જરૂર પડશે નહીં. RTO સંબંધિત 18 સેવાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હી: Driving License Online: ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે હવે તમારે RTO જવાની જરૂર પડશે નહીં. RTO સંબંધિત 18 સેવાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી એક નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે RTO તરફથી આપવામાં આવતી અનેક જરૂરી સેવાઓ ડિજિટલ કરી દેવાઈ છે.
પરેશાની વગર મળશે સુવિધાઓ
રોડ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે નાગરિકોને સુવિધાજનક અને કોઈ પણ પરેશાની વગર સેવાઓ આપવા માટે, મંત્રાલયના નાગરિકોને Implementing agencies ના માધ્યમથી સંપર્ક રહિત સેવાઓનો લાભ ઉઠાવવા માટે આધારની જરૂરિયાત અંગે જણાવવા, મીડિયા અને વ્યક્તિગત નોટિસ દ્વારા વ્યાપક પ્રચાર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.
આધાર સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ, RC ને લિંક કરવું પડશે
અત્રે જણાવવાનું કે સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ અને ગાડીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) ને આધાર સાથે લિંક કરાવવાનું કહ્યું છે. ત્યારબાદ હવે આધાર વેરિફિકેશન દ્વારા ઓનલાઈન સર્વિસ લઈ શકાશે. સરકારના આ પગલાંથી RTO પર ભેગી થનારી ભીડથી લોકોને રાહત મળશે. લોકો આધાર લિંક્ડ વેરિફિકેશનથી અનેક સેવાઓ ઘરેબેઠા મેળવી શકશે.
આ 18 સેવાઓ થઈ ઓનલાઈન
આધાર વેરિફિકેશન દ્વારા 18 સુવિધાઓ ઓલાઈન કરાઈ છે. જેમાં લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સનું રિન્યૂઅલ, (જેમા ડ્રાઈવિંગ ટેસ્ટની જરૂર નથી), ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને ગાડીઓની આરસીમાં એડ્રસ ચેન્જ, ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ, લાઈસન્સથી વાહનની શ્રેણીને સરન્ડર કરવી, અસ્થાયી વાહન રજિસ્ટ્રેશન, સંપૂર્ણ બોડી સાથેના મોટર વાહનના રજિસ્ટ્રેશન માટે અરજી સેવાઓ સામેલ છે.
Certain services regarding Driving License and Certificate of Registration have been made completely online. Now these services can be availed without going to RTO. With Aadhaar authentication, on voluntary basis, anyone can get the benefit of these contactless services. pic.twitter.com/UBBvbbsGfG
— MORTHINDIA (@MORTHIndia) March 4, 2021
આ જરૂરી સુવિધાઓ પણ ઘરે બેઠા મળશે
અન્ય સેવાઓના રજિસ્ટ્રેશનના ડુપ્લિકેટ પ્રમાણપત્ર બહાર પાડવા માટે અરજી, રજિસ્ટ્રેશનના પ્રમાણપત્ર માટે NOCની અરજી, મોટર વાહનના સ્વામિત્વના ટ્રાન્સફરની સૂચના, મોટર વાહનના માલિકી હકના ટ્રાન્સફર માટે અરજી, રજિસ્ટ્રેશન પ્રમાણપત્રમાં એડ્રસ બદલવાની સૂચના, માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર તાલિમ કેન્દ્રથી ચાલક તાલિમ માટે રજિસ્ટ્રેશનની અરજી, રાજનયિક અધિકારીના મોટર વાહનના રજિસ્ટ્રેશન માટે અરજી, રાજનયિક અધિકારીના મોટર વાહનના નવા રજિસ્ટ્રેશન ચિન્હના અસાઈન્મેન્ટ માટે અરજી, ભાડા-ખરીદ સમજૂતિનો કરાર કે ભાડા-ખરીદ સમાપન સમજૂતિ
ઘણા બધા ડોક્યૂમેન્ટ નહીં માત્ર આધાર જ જરૂરી
હવે ડ્રાઈવિંગ લાઈસન્સ અને ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે કોઈ અન્ય દસ્તાવેજો આપવાની જરૂર નથી. તમારે ફક્ત parivahan.gov.in પર જઈને તમારા આધાર કાર્ડને વેરિફાય કરાવવાની જરૂર છે અને તમે આ તમામ 18 સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશો.
આ સમાચાર પણ ખાસ વાંચો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે