Multibagger Stock: પૈસા છાપવાનું મશીન છે આ સ્ટોક! 1 લાખના બનાવી દીધા 5 કરોડ રૂપિયા

Share Market: રોકાણકારોને અનેક ગણું રિટર્ન આપનાર શેરને મલ્ટીબૈગર સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. આજે અમે તમને આવા એક સ્ટોકની માહિતી આપી રહ્યાં છીએ, જેણે પોતાના રોકાણકારોને દમદાર રિટર્ન આપ્યું છે.

Multibagger Stock: પૈસા છાપવાનું મશીન છે આ સ્ટોક! 1 લાખના બનાવી દીધા 5 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ Bullish Stock: શેર બજારમાં હજારોની સંખ્યામાં સ્ટોક હાજર છે. પરંતુ સારા શેરની પસંદગી કરવી ખુબ અઘરી હોય છે. તો શેર બજારમાં કેટલાક શેર એવા છે જેણે રોકાણકારોને અનેક ગણું રિટર્ન આપ્યું છે. આ રિટર્નને કારણે ઘણા રોકાણકારો કરોડપતિ બની ચુક્યા છે. તો રોકાણકારોને અનેક ગણું રિટર્ન આપનાક શેરને મલ્ટીબૈગર સ્ટોક (Multibagger Stock) તરીકે આળખવામાં આવે છે. આજે અમે આવા એક મલ્ટીબૈગર સ્ટોક વિશે માહિતી આપી રહ્યાં છીએ જેણે રોકાણકારોને દમદાર રિટર્ન આપ્યું છે. 

આ છે શેર
આ શેરનું નામ છે Bharat Electronics Ltd. આ કંપનીના સ્ટોકે રોકાણકારોને દમદાર તેજીની મદદથી માલામાલ કરી દીધા છે. તેણે પોતાના ઇન્વેસ્ટરોને કરોડપતિ પણ બનાવી દીધા છે. હકીકતમાં એક સમયે આ શેરની કિંમત 1 રૂપિયા કરતા ઓછી હતી. પરંતુ હવે શેરનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ચુક્યો છે. 

આટલો છે ભાવ
એક જાન્યુઆરી 1999ના ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL Share Price) નો ક્લોઝિંગ ભાવ એનએસઈ પર 22 પૈસા હતો. તો 5 ફેબ્રુઆરી 1999ના તેનો ક્લોઝિંગ ભાવ 18 પૈસા હતો. ત્યારબાદ 4 જૂન 1999ના આ શેરનો ક્લોઝિંગ ભાવ 20 પૈસા રહ્યો હતો. ત્યારબાદ આ શેરમાં તેજી જોવા મળી અને ફેબ્રુઆરી 2000માં શેર એક રૂપિયા પર પહોંચી ચુક્યો હતો. 

આટલો થયો શેરનો ભાવ
તો 2005માં પ્રથમવાર આ શેરનો ભાવ 10 રૂપિયાના પાર પહોંચ્યો હતો. પરંતુ હવે આ શેર 100 રૂપિયાને પાર થઈ ચુક્યો છે. આ શેરનો એનએસઈ પર 52 વીક અને ઓલ ટાઈમ હાઈ 114.65 રૂપિયા છે. તો તેનો 52 વીક લો ભાવ 61.15 રૂપિયા છે. આ સિવાય 28 ઓક્ટોબર 2022ના આ શેરનો ક્લોઝિંગ ભાવ 105.30 રૂપિયા રહ્યો હતો. 

આટલું મળ્યું છે રિટર્ન
જો કોઈએ વર્ષ 1999માં 20 પૈસામાં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોત તો તે રોકાણકારને 5 લાખ શેર મળ્યા હોત. તો 100 રૂપિયા હિસાબે તે પાંચ લાખ શેરની કિંમત જોવામાં આવે તો આ શેર અત્યાર સુધી 5 કરોડ રૂપિયાનું રિટર્ન આપી ચુક્યો છે. 

(ડિસ્ક્લેમરઃ શેર બજારમાં કોઈ પ્રકારના રોકાણ પહેલા નિષ્ણાંતની જાણકારી લો. ઝી 24 કલાક કોઈ પ્રકારના રોકાણની સલાહ આપતું નથી. આ સમાચાર માત્ર માહિતી માટે છે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news