PAK vs NED: આખરે પાકિસ્તાનને ટી20 વિશ્વકપમાં મળી જીત, નેધરલેન્ડ્સને 6 વિકેટે હરાવ્યું

Pakistan vs Netherlands: પાકિસ્તાને નેધરલેન્ડ્સને છ વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું છે. આ જીત સાથે પાકિસ્તાનની ટીમે સેમીફાઇનલમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. 

PAK vs NED: આખરે પાકિસ્તાનને ટી20 વિશ્વકપમાં મળી જીત, નેધરલેન્ડ્સને 6 વિકેટે હરાવ્યું

પર્થઃ Pakistan vs Netherlands T20 World Cup 2022: પાકિસ્તાને ટી20 વિશ્વકપ 2022ના 29માં મુકાબલામાં નેધરલેન્ડ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ જીતની સાથે બાબર આઝમની ટીમની સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે. પાકિસ્તાનની ટી20 વિશ્વકપ 2022માં આ પ્રથમ જીત છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 91 રન બનાવી શક્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 13.6 ઓવરમાં 4 વિકેટે 95 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. તો ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 ક્રિકેટમાં આ પાકિસ્તાનની પ્રથમ જીત છે.

નેધરલેન્ડ્સે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાક ટીમ માટે રિઝવાન અને બાબર આઝમ ઓપનિંગ માટે આવ્યા હતા. આ દરમિયાન રિઝવાને 49 રનની ઈનિંગ રમી હતી. તેણે 39 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન બાબર 4 રન બનાવી રનઆઉટ થયો હતો. ફખર ઝમાને 20 રન બનાવ્યા હતા. તેણે 16 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 

નેધરલેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 91 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે સૌથી વધુ 27 રન કોલિને બનાવ્યા હતા. તેણે 27 બોલનો સામનો કરતા બે બાઉન્ડ્રી ફટકારી હતી. કેપ્ટન એડવર્ડ્સે 15 રન બનાવ્યા હતા. બાસ ડી લીડે ઈજાગ્રસ્ત થવાને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. 

પાકિસ્તાન માટે શાહીન આફ્રિદીએ સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 19 રન આપી એક વિકેટ લીધી હતી. મોહમ્મદ વસીમ જૂનિયરને બે વિકેટ મળી હતી. તેણે 3 ઓવરમાં 15 રન આપ્યા હતા. નસીમ શાહે 4 ઓવરમાં 11 રન આપી એક વિકેટ લીધી હતી. શાદાબ ખાને 4 ઓવરમાં 22 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news