ગૌતમ અદાણી કેવી રીતે થયા દુનિયાના સફળ બિઝનેસમેન, આ રોકાણ કરી બન્યા બેતાજ બાદશાહ
અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ અને એસીસીમાં 6.5 અરબ અમેરિકી ડોલરનું રોકાણ કરીને પોતાના નામે કર્યું છે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમારું ગ્રુપ સિમેન્ટ વિનિર્માણ ક્ષમતાને બેગણી કરવાની યોજના બનાવી રહ્યું છે.
Trending Photos
Adani Business List: દુનિયાના બીજા અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ આમ જ ઈતિહાસ રચ્યો નથી. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલેનિયર ઈન્ડેક્સના મતે, અદાણીની સંપત્તિ 155.7 અરબ ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. આ અહેવાલમાં અદાણી ગ્રુપના બિઝનેસની વાત કરીશું. જાણો અદાણી ગ્રુપ કયા સેક્ટરમાં પોતાના કદમ આગળ વધારી રહ્યા છે.
અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ અને એસીસીમાં 6.5 અરબ અમેરિકી ડોલરનું રોકાણ કરીને પોતાના નામે કર્યું છે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમારું ગ્રુપ સિમેન્ટ વિનિર્માણ ક્ષમતાને બેગણી કરવાની યોજના બનાવી રહ્યું છે. જોરદાર આર્થિક વૃદ્ધિ અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાના કારણે ભારતમાં સિમેન્ટની માંગમાં ઘણી વૃદ્ધિ થશે. જેના કારણે માર્જિંન પણ વધશે. આ ડીલ બાદ અદાણી ગ્રુપ કંસ્ટ્રક્શન મટેરિયલ મામલામાં દેશનું બીજી સૌથી મોટું ઉત્પાદક બની ગયું. આ રણનીતિ હેઠળ અદાણી ગ્રુપ સિમેન્ટ સેક્ટરમાં ભવિષ્યમાં દેશની નંબર 1 કંપની બનવા માંગે છે.
તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રુપ ધીરેધીરે મીડિયા સેક્ટરમાં પણ પોતાની પકડ બનાવી રહ્યું છે. હાલમાં અદાણી ગ્રુપે મીડિયા ઈન્ડસ્ટ્રીઝમાં અમુક રોકાણ કર્યું છે. ઓગસ્ટ મહિનામાં અદાણી ગ્રુપની મીડિયા કંપનીએ NDTVમાં ભાગેદારી ખરીદી હતી. અહેવાલો અનુસારો, અદાણી ગ્રુપે 400 કરોડ રૂપિયામાં એનડીટીવીમાં ડાયરેક્ટર લગભગ 30 ટકા ભાગેદારી ખરીદી છે. તમને જણાવી દઈએ કે ભવિષ્યમાં અદાણી ગ્રુપ એનડીટીવીમાં 55 ટકા ભાગેદારી લઈને તેની માલિકી હક્ક મેળવવા માંગે છે.
હાલ ગ્રીન એનર્જી પર અદાણી ગ્રુપ ફોક્સ કરી રહ્યું છે. આ સેકટરમાં અદાણી જોરદાર પૈસા લગાવી રહ્યું છે. ગ્રુપ આ બિઝનેસમાં મોટી માત્રામાં લોન પણ લઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમમાં અદાણીએ 50 અરબ ડોલરનું રોકાણ કરી રાખ્યું છે. આ કંપનીના શેરની કિંમત ઓગસ્ટ, 2020માં 376 રૂપિયા હતી, જ્યારે સપ્ટેમ્બર 2022ના રોજ તેની કિંમત 2,312 રૂપિયા પહોંચી ગઈ છે.
અદાણી ગ્રુપ પોર્ટ બિઝનેસમાં પણ સતત રોકાણ વધારી રહ્યું છે. અદાણી ગ્રુપે દેશના ઘણા બંદરો અને પોર્ટ પર પોતાનો બિઝનેસ ફેલાવ્યો છે. હાલમાં અદાણી ગ્રુપે ઈઝરાયલનો હાઈફા પોર્ટમાં રોકાણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે હાઈફા પોર્ટમાં અદાણી ગ્રુપે 1.18 અરબ ડોલરનું રોકાણ કર્યું છે. આ પોર્ટમાં રોકાણ કરવા માટે ગ્રુપે ઈઝરાયલની એક કંપનીની સાથે મોંઘી બોલી લગાવી હતી.
પાવર સેક્ટરમાં પણ અદાણી ગ્રુપનું રોકાણ ખુબ જુનું છે. ગૌતમ અદાણીએ ડીબી પાવરમાં 7 હજાર રૂપિયાથી પણ વધારેનું રોકાણ કર્યું છે. તમને જણાી દઈએ કે અદાણી પાવરે પ્રાઈવેટ સેક્ટરની વિજળી કંપની ડીબી પાવર લિમિટેડનું અધિગ્રહણ કરી લીધું છે. ડીબી પાવર લિમિટેડની પાસે છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં 600-600 મેગાવોટની બે યૂનિટ છે.
અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડે આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં મેકક્કેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના રોડ પ્રોજેક્ટને 3,110 કરોડ રૂપિયામાં અધિગ્રહિત કર્યું છે. તેના સિવાય કંપનીએ ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ટર કંપની લિમિટેડ અને સ્વર્ણ ટોલવે પ્રાઈવેટ લિમિટેડની સાથે પણ કરાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે