T20 Rankings માં નંબર-1ની નજીક પહોંચ્યો આ ખેલાડી, લોકો કહે છે 'ભારતનો એબીડિવિલિયર્સ'
ICC Ratings: આઈસીસીના બુધવારે જાહેર થયેલા ટી-20 ઈન્ટરનેશનલ ખેલાડીઓના રેન્કિંગમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ચમક્યા છે. સૂર્યકુમાર યાદવે ફરી એકવાર બાબર આઝમને પછાડ્યો છે. સાથે જ વિરાટ કોહલીને પણ ફાયદો થયો છે. જાડેજાની જગ્યાએ વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરાયેલા અક્ષર પટેલે 11 ક્રમનો જમ્પ લગાવ્યો છે.
Trending Photos
દુબઈ: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે ટી-20 ઈન્ટરનેશનલ ખેલાડીઓના રેન્કિંગ જાહેર કર્યા છે. તેમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડી ચમક્યા છે. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર લાંબી છલાંગ લગાવી છે. સૂર્યકુમાર યાદવ બે સ્થાનના ફાયદા સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. તેણે ફરી એકવાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડ્યો છે. હવે પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે, જે ટોપ પર યથાવત છે.
સૂર્યકુમાર યાદવે બાબર આઝમને પાછળ છોડ્યો:
મોહમ્મદ રિઝવાન 861 પોઈન્ટની સાથે ટોપ પર યથાવત છે. જ્યારે બીજા નંબર પર પહોંચેલા સૂર્યકુમારના 801 પોઈન્ટસ છે. બાબર આઝમને એક સ્થાનનું નુકસાન થયું છે. જે હવે 799 પોઈન્ટની સાથે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવ આઈસીસીના ટોપ-10 બેટ્સમેનના રેટિંગમાં એકલો ભારતીય છે.
કોહલીને એક સ્થાનનો ફાયદો:
સૂર્યકુમાર યાદવ પછી બીજો ભારતીય રોહિત શર્મા છે. જે 613 પોઈન્ટની સાથે 13મા નંબરે છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 15મા ક્રમે પહોંચી ગયો છે. કોહલીના 606 પોઈન્ટ છે. ભારતીયોમાં સૌથી વધારે નુકસાન લોકેશ રાહુલ અને ઋષભ પંતને થયો છે. બંને 4-4 સ્થાનના નુકસાન સાથે 22માં અને 70મા ક્રમે પહોંચી ગયો છે.
અક્ષર પટેલે લગાવ્યો કૂદકો:
બોલરોના ટી-20 રેન્કિંગમાં અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર એકમાત્ર ભારતીય છે. જે ટોપ-10માં છે. ભુવીને પણ એક સ્થાનનું નુકસાન થયું છે. તે 10મા નંબરે પહોંચી ગયો છે. જયારે રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલા અક્ષર પટેલને 11 સ્થાનનો ફાયદો થયો છે. અને હવે તે 19મા ક્રમે પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે