Health Tips: બાળકોને અનેક બીમારીથી દૂર રાખવા હોય તો દૂધમાં ગોળ નાંખીને આપો, જાણો ફાયદા
Trending Photos
નવી દિલ્લીઃ બાળકોને ઘણીવાર શું થયું છે ડોક્ટર પણ તાત્કાલિક સમજી શકતા નથી. કારણકે, બાળકો ખુબ જ સેન્સેટીવ હોય છે. તેમને ઘણી બધી તકલીફો થઈ શકે છે. ત્યારે બાળકોને અનેક તકલીફો અને અનેક બીમારીઓથી બચાવવા માટે કરો એક ઉપાય. જેમાં બાળકોને દૂધમાં ગોળ નાંખીને આપવાથી થાય છે અનેક ફાયદા. ઘણીવાર બાળકો દૂધ પીવામાં આનાકાની કરે છે. એવામાં જો તમે તેમને દૂધમાં ફ્લેવર નાખીને આપતા હશો. જે બાળકોના દૂધનો સ્વાદ વધારે છે. પરંતુ ઘણીવાર આ ફ્લેવર બાળકોના સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા. આમાંના ઘણા ફ્લેવરમાં ખાંડની માત્રા બહુ વધારે હોય છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવામાં બાળકોના દૂધને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે દૂધ ગોળ નાખી શકાય છે. આ દૂધનો સ્વાદ પણ બાળકોને બહુ ગમશે. આવો જાણીએ બાળકોને ગોળવાળું દૂધ આપવાના ફાયદા અંગે.
બાળકોને મળશે એનર્જી-
બાળકોને ગોળવાળું દૂધ આપવાથી બાળકોને ઈંસ્ટન્ટ એનર્જી મળે છે. ગોળ શરીરના લોહીને સાફ કરે છે. તો દૂધમાં રહેલ કેલ્શિયમ હાડકાં મજબૂત કરે છે. ગોળવાળું દૂધ શરીરમાં ઉર્જા જાળવી રાખે છે, જે બાળકોના શરીર માટે બહુ જરૂરી છે.
ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં મદદરૂપ-
ગોળવાળું દૂધ બાળકોની ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. ગોળવાળું દૂધ આપવાથી શરીરમાં ગરમાવો જળવાઈ રહે છે, જે બાળકને ઋતુગત બીમારીઓથી બચાવે છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
પાચન તંત્ર
ઘણીવાર બાળકો બહારનું ખાઈ લે છે, જે યોગ્ય રીતે પચતું નથી. એવામાં બાળકોને ગોળવાળું દૂધ આપવાથી ફાયદા થાય છે. ગોળવાળું દૂધ પાચન તંત્રને મજબૂત કરે છે. સાથે-સાથે પેટમાં ગેસ, એસિડિટી અને અપચાને થવા નથી દેતું. ગોળ પાચન માટે જરૂરી એન્ઝાઈમ બનાવવામાં મદદ કરે છે. સાથે-સાથે બાળકોને ભૂખ લગાડવામાં પણ મદદરૂપ છે.
બાળકોમાં મેદસ્વિતાની સમસ્યા દૂર કરે-
બાળકોને ગોળવાળું દૂધ આપવાથી મેદસ્વિતા રોકવામાં મદદ મળે છે. દૂધમાં ખાંડ નાખવાથી બાળકોમાં મેદસ્વિતા વશે છે, સાથે-સાથે બાળકોમાં ડાયાબિટીસનો ખતરો પણ વધે છે. તો ગોળવાળું દૂધ બાળકોમાં ડાયાબિટીસનો ખતરો ઓછો કરે છે અને સ્વાદિષ્ટ હોવાના કારણે બાળકો સરળતાથી પી પણ લે છે.
એનીમિયા-
બાળકોને દૂધમાં ગોળ નાખી આપવાથી એનીમિયાની સમસ્યા દૂર થાય છે. બાળકોને ગોળવાળું દૂધ પીવડાવવાથી બાળકોમાં હીમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. ગોળવાળું દૂધ બાળકોને સાંજ કે રાત્રે સૂવાના સમયે આપી શકાય. રોજ દૂધમાં ગોળ ભેળવીને પીવાથી એનિમિયાનો ખતરો નથી રહેતો.
બાળકને ગોળવાળું દૂધ આપવું ફાયદાકારક રહે છે. પરંતુ આ દૂધને 5 વર્ષથી વધુની ઉંમરનાં બાળકોને જ આપવું જોઈએ, જો બાળકને કોઈ બીમારી કે એલર્જી હોય તો, ડૉક્ટરને પૂછીને જ આ દૂધ આપવું.
(DISCLAIMER: આર્ટિકલમાં આપવામાં આવેલી વિગતો જનરલ માહિતીના આધારે લખવામાં આવી છે. જોકે, દરેકના કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાત ડોક્ટરની સલાહ તેવી આવશ્યક છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે