કેવી રીતે મળશે પાક બીમા યોજનાનો લાભ અને કોનો સંપર્ક કરવો, આ રહી A To Z માહિતી
Pradhanmantri Fasal Bima Yojna : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરી, 2016 ના રોજ આ યોજનાને લોન્ચ કરી હતી. સરકારે આ નિર્ણય કર્યો હતો કે, વીમા દાવા પર જલ્દીથી જલ્દી સહાય આપવામાં આવશે, અને જેથી ખેડૂતોને સરળતા મળી રહેશે. આ યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની દેખરેખમાં ચલાવવામાં આવે છે. આ યોજના લેનારા ખેડૂતોને ખરીફના પાક માટે માત્ર 2 ટકા અને રવિ પાક માટે 1.5 ટકા પ્રીમિયમનું વળતર કરવાનું હોય છે.
Trending Photos
Government Scheme : ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં પાક મોસમ આધારિત લેવામા આવે છે. ક્યારેક હવામાન તો ક્યારેક કુદરતી આફતને કારણે પાક બરબાદ થઈ જતો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી પાક વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશના અનેક ખેડૂત આ યોજનાનો ફાયદો ઉઠાવે છે. આ યોજનાનો લાભ મળતા ખેડૂતોને ખેતીમાં થતા બોજથી રાહત મળે છે. સાથે જ ખરાબ હવામાન સામે પણ તેમને વળતર મળે છે.
શું છે આ યોજનાના ફાયદા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરી, 2016 ના રોજ આ યોજનાને લોન્ચ કરી હતી. સરકારે નિર્ણય લીધો હતો કે, ખેડૂતોના પાક વીમા દાવાને જલ્દીમાં જલ્દી તેની અરજીનો નિકાલ કરવામાં આવશે. જેથી ખેડૂતોને ફાયદો થશે. આ યોજના કૃષિ તેમજ કલ્યાણ મંત્રાલયના અંતર્ગત ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભના લેનારા ખેડૂતોને ખરીફ પાક માટે બે ટકા અને રવિ પાક માટે 1.5 ટકા પ્રીમિયમનું વળતર કરવાનું હોય છે. જ્યારે જે ખેડૂતો બાગાયતી ખેતી સાથે જોડાયેલા છે, તેમને 5 ટકા પ્રીમિયમનું વળતર કરવાનું રહેશે.
ખેડૂતોને બહુ જ ઓછા પ્રીમિયમના દર ભરવાના હોય છે. બાકી પ્રીમિયમનું વળતર સરકાર તરફથી કરવામાં આવે છે. સાથે જ સરકારી સબસિડી પર કોઈ પણ ઉપરી સીમા નથી. ભલે બાકી પ્રીમિયમ 90 ટકા સુધીનું કેમ ન હોય, તેનો ખર્ચ સરકાર ઉઠાવે છે.
કયા દસ્તાવેજો જરૂરી છે
ખેડૂતોને પાક વીમા માટે અમુક દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
આધાર કાર્ડ
બેંક પાસબુકની ફોટોકોપી
જમીન સંબંધિત દસ્તાવેજો
વીમો કેવી રીતે મેળવવો
- વીમો મેળવવા માટે, ખેડૂતોએ બેંકની નજીકની શાખા અથવા સહકારી મંડળીનો સંપર્ક કરવો પડશે જ્યાં તેમનું બચત ખાતું છે.
- ખેડૂતો ગ્રાહક સેવા કેન્દ્ર અથવા કોમન સર્વિસ સેન્ટરનો પણ સંપર્ક કરી શકે છે.
- ખેડૂતો પાક વીમા પોર્ટલ http://pmfby.gov.in પર તેમના પાકનો ઓનલાઈન વીમો પણ મેળવી શકે છે.
- આ સિવાય ખેડૂતો AIC પ્રતિનિધિઓ અથવા તેમની ઓફિસ અથવા અધિકૃત મધ્યસ્થીઓનો પણ સંપર્ક કરી શકે છે.
PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે