Sugar face pack: સ્વાસ્થ્ય માટે ખરાબ પણ સ્કીન માટે સૌથી બેસ્ટ વસ્તુ છે ખાંડ, ત્વચા પર 5 મિનિટમાં લાવશે નેચરલ ગ્લો
Skin care With Sugar:સ્વાસ્થ્ય માટે હાનિકારક ખાંડ ત્વચા માટે વરદાન સાબિત થાય છે. સ્કીન કેરમાં જો તમે યોગ્ય રીતે ખાંડનો ઉપયોગ કરો તો કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના ચહેરા પર નેચરલ ગ્લો વધે છે. જો તમને સ્કીન કેરમાં ખાંડનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.
Trending Photos
Skin care With Sugar: વધારે પડતી ખાંડ ખાવાથી દરેક વ્યક્તિએ બચવું જોઈએ. ખાંડ ફક્ત ડાયાબિટીસના દર્દીઓ માટે જ નહીં પરંતુ સ્વસ્થ વ્યક્તિ માટે પણ હાનિકારક સાબિત થાય છે. હવે તો સ્વાસ્થ્ય નિષ્ણાંતો સલાહ આપે છે કે હેલ્ધી રહેવું હોય તો ડાયટમાંથી ખાંડની બાદબાકી કરી દો. પરંતુ જે રીતે દરેક વસ્તુના નુકસાનની સાથે ફાયદા પણ હોય છે, તે રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક ખાંડ ત્વચા માટે વરદાન સાબિત થાય છે. સ્કીન કેરમાં જો તમે યોગ્ય રીતે ખાંડનો ઉપયોગ કરો તો કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના ચહેરા પર નેચરલ ગ્લો વધે છે. જો તમને સ્કીન કેરમાં ખાંડનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.
ખરાબ લાઈફ સ્ટાઈલ કે પ્રદૂષણના કારણે ત્વચા ડલ અને બેજાન થઈ ગઈ હોય તો ખાંડની મદદથી તમે ત્વચા પર નેચરલ ગ્લો વધારી શકો છો. ત્વચાને સુંદર બનાવવા માટે તમારે મોંઘા સ્ક્રીન કેર પ્રોડક્ટ પર ખર્ચો પણ નહીં કરવો પડે ઘરમાં રહેલી ખાંડ ત્વચાને સુંદર બનાવવા માટે પૂરતી છે. ખાંડનો ઉપયોગ કરવાથી અલગ અલગ સ્કીન પ્રોબ્લેમને પણ દૂર કરી શકાય છે. આજે તમને ખાંડનો ઉપયોગ કઈ સમસ્યામાં કેવી રીતે કરવો તે જણાવીએ.
ચહેરા પર નિખાર લાવવા આ રીતે ખાંડનો કરો ઉપયોગ
1. જો તમારા ચેહરાની ત્વચા ડલ થઈ ગઈ છે અને કાળી ઝાંય દેખાય છે તો એક ચમચી ખાંડમાં, એક ચમચી નાળિયેરનું તેલ અને અડધી ચમચી મધ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરી અડધી કલાક સુધી રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.
2. ત્વચા પર ડેડ સ્કીન વધી ગઈ હોય અથવા તો બ્લેકહેડ્સ કે વ્હાઇટ હેડ્સ થઈ ગયા હોય તો રાતના સમયે ચહેરાને પાણીથી સાફ કરી ત્યાર પછી ખાંડને ચેહરા પર અપ્લાય કરો. ખાંડ લગાડ્યા પછી હળવા હાથે મસાજ કરો. ચહેરા પરથી ડેડ સ્કીન દૂર થઈ જશે. ત્યારબાદ સાદા પાણીથી ચહેરો સાફ કરી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે