દુનિયાનો સૌથી શ્રીમંત પરિવાર દર મિનિટે કેટલી કમાણી કરતો હશે? જાણવા કરો ક્લિક...
દુનિયામાં સૌથી શ્રીમંત પરિવાર 'વોલમાર્ટ ફેમિલી' છે, જે દર મિનિટે 70,000 ડોલર (લગભગ રૂ.50 લાખ), દર કલાકે 4 મિલિયન ડોલર (લગભગ રૂ.28 કરોડ 46 લાખ) અને દરરોજ 100 મિલિયન (લગભગ રૂ.7 અબજ 12 કરોડ)ની કમાણી કરે છે
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ તાજેતરમાં જ બ્લૂમબર્ગ (Bloomberg) દ્વારા દુનિયાના 25 સૌથી શ્રીમંત પરિવારની એક યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં પ્રથમ નંબર પર વોલમાર્ટ ફેમિલી (Walmart Family) છે. વોલમાર્ટનું નામ વાંચીને જ તમે સમજી ગયા હશો કે તેમના સમગ્ર દુનિયામાં સુપર માર્કેટની ચેઈન છે અને દુનિયાનો કોઈ દેશ બાકી નહીં હોય જ્યાં વોલમાર્ટનો સ્ટોર ન હોય. આ પરિવાર દર મિનિટે 70,000 ડોલર (લગભગ રૂ.50 લાખ)ની કમાણી કરે છે.
બ્લૂમબર્ગ દુનિયાના શ્રીમંતોની નેટવર્થના આધારે દર વર્ષે એક યાદી બહાર પાડતું હોય છે. બ્લૂમબર્ગે જે દુનિયાના સૌથી 25 સૌથી શ્રીમંત પરિવારોની યાદી બહાર પાડી છે એ તમામ પરિવારો પાસે 1.4 ટ્રિલિયન ડોલર (100 ટ્રિલિયન એટલે લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા થાય છે)ની સંપત્તિ છે.
બ્લૂમબર્ગના આંકડા અનુસાર 'વોલમાર્ટ ફેમિલી' દર મિનિટે 70,000 ડોલર (લગભગ રૂ.50 લાખ), દર કલાકે 4 મિલિયન ડોલર (લગભગ રૂ.28 કરોડ 46 લાખ) અને દરરોજ 100 મિલિયન (લગભગ રૂ.7 અબજ 12 કરોડ)ની કમાણી કરે છે.
વોલમાર્ટ ફેમિલી ઉપરાંત આ પરિવારોમાં સ્નિકર્સ એન્ડ માર્સ બાર્સ બનાવતું માર્સ ફેમિલી, ફેરારી કાર બનાવતું ફેરારી ફેમિલી, વિશ્વવિખ્યાત BMW કાર બનાવતો પરિવાર, હયાત હોટલ્સ (Hyatt Hotels) પરિવારનો સમાવેશ થાય છે.
ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ એવા મુકેશ અંબાણીનો પરિવાર આ યાદીમાં 9મા ક્રમે છે. મુકેશ અંબાણી ભારતના જ નહીં પરંતુ એશિયાના પણ સૌથી શ્રીમંત વ્યક્તિ છે. અંબાણી પરિવારની કુલ કમાણી 50.4 બિલિયન ડોલર (રૂ.5040 કરોડ) છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે