UKનું સપનું જોનારા ટેન્શનમાં! કેનેડા બાદ બ્રિટનમાં મોટો ડખો, જાણીને ઉડી જશે હોશ

Study in UK: ભારત અને બ્રિટનના સંબંધો ભલે ખુબ સારા હોય પણ આપણને તેનો કોઈ ફાયદો થવાનો નથી. જો તમે પણ બ્રિટન જવાના સપના જોતા હોય તો આ માહિતી વાંચી લેજો. બ્રિટન જવું હવે મોંઘું પડશે. કારણકે, કમરતોડ ફીનો વધારો ઝીંકાયો છે. જાણો કઈ શ્રેણીના વિઝા માટે તમારે કેટલા ચૂકવવા પડશે રૂપિયા? વાલીઓ પણ છે ટેન્શનમાં.

UKનું સપનું જોનારા ટેન્શનમાં! કેનેડા બાદ બ્રિટનમાં મોટો ડખો, જાણીને ઉડી જશે હોશ

UK VISA : વિઝા ફીમાં આ વધારાથી યુકેને 1 બિલિયન ગ્રેટ બ્રિટિશ પાઉન્ડની કમાણી થશે. તેનો ઉપયોગ જાહેર ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે કરવામાં આવશે. જેથી, વિશ્વના વિદ્યાર્થીઓ, કામદારો અને પ્રવાસીઓના ખિસ્સા પર બોજ નાખવામાં આવ્યો છે. જે લોકો અભ્યાસ, ટ્રીપ, બિઝનેસ કે નોકરી માટે બ્રિટન જવાનું સપનું જોતા હોય તેમના માટે ખરાબ સમાચાર છે. હવે બ્રિટન જવું વધુ મોંઘુ થશે.

બ્રિટિશ સરકારે 4 ઓક્ટોબરથી તમામ વિદેશીઓ અને વિદ્યાર્થીઓ માટે વિઝા ફી વધારવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે હવે તમારે યુકે જવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. હવે તમારે છ મહિનાથી ઓછા સમય માટે વિઝિટ વિઝા માટે 15 પાઉન્ડ વધુ અને સ્ટુડન્ટ વિઝા માટે 127 પાઉન્ડ (રૂ. 13 હજારથી વધુ) ખર્ચવા પડશે. જ્યાં વિઝિટ વિઝા ફીમાં 15%નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે વર્ક વિઝા, સ્ટડી વિઝા અને સ્પોન્સરશિપના પ્રમાણપત્રની ફીમાં 20%નો વધારો કરવામાં આવ્યો છે.

યુકે હોમ ઓફિસના જણાવ્યા અનુસાર, 6 મહિનાના સમયગાળા માટે વિઝિટ વિઝા હવે 15 ગ્રેટ બ્રિટન પાઉન્ડ મોંઘા થઈ ગયા છે. જો ભારતીય રૂપિયાના સંદર્ભમાં જોવામાં આવે તો તેમાં લગભગ 1500 રૂપિયાનો વધારો થયો છે. આ વિઝા હવે લગભગ 11,800 રૂપિયામાં મળશે. સ્ટુડન્ટ વિઝા ફીમાં 115 GBP એટલે કે લગભગ 13 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે યુકેની બહારના વિદ્યાર્થીઓએ 490 GBP એટલે કે લગભગ રૂ. 50,000 વિઝા ફી તરીકે ચૂકવવા પડશે.

2022માં લગભગ 1 લાખ 40 હજાર ભારતીયો અભ્યાસ માટે બ્રિટન ગયા હતા. આ સંખ્યામાં દર વર્ષે લગભગ 10 ટકાનો વધારો થાય છે. સ્વાભાવિક છે કે, સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અસર થશે. કામ, મુસાફરી, સારવાર વગેરે માટે બ્રિટન જનારાઓએ હવે પહેલા કરતાં વધુ વિઝા ફી ચૂકવવી પડશે.

યુકેની મુલાકાત લેનારાઓ માટે, 6 મહિના, 2 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષની મુદત માટે વિઝિટ વિઝા મેળવવાનો વિકલ્પ છે. યુકે સરકારની વેબસાઈટ અનુસાર વિઝિટ વિઝાની દરેક શ્રેણીની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. 2 વર્ષના વિઝાની ફી 40 હજાર રૂપિયા, 5 વર્ષના વિઝાની ફી 80 હજાર રૂપિયા અને 10 વર્ષના વિઝાની ફી 1 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત હેલ્થ કેર વિઝા અને બ્રિટિશ નાગરિક તરીકે નોંધણી કરાવવા માટેની અરજી ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news