IRCTCનું બેસ્ટ ફોરેન ટૂર પેકેજ! એજન્ટોના ચક્કર છોડો, સાવ સસ્તામાં ફરો સિંગાપોર-મલેશિયા
IRCTC: સાવ સસ્તામાં વિદેશમાં પાંચ રાત અને છ દિવસનું ટૂર પેકેજ! તહેવારોમાં સિંગાપોર-મલેશિયા ફરી આવો : IRCTCથી સસ્તું એક પણ નહીં હોય પેકેજ, જાણો તમને કયા કયા લાભ મળશે...
Trending Photos
IRCTC: દિવાળીમાં ગુજરાતીઓ વિદેશ ફરવાના શોખિન હોય છે. IRCTC એક વિદેશી ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ વિદેશી ટૂર પેકેજમાં તમને ઘણી જગ્યાઓ પર લઈ જવામાં આવશે. આમાં સિંગાપોર ટૂર પેકેજ, લિટલ ઈન્ડિયા, નાઈટ સફારી, મર્લિયન પાર્ક, સેન્ટોસા આઈલેન્ડ જેવા ઘણા પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે. આ સાથે આકર્ષણના અનેક કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવશે.
ભારતીય રેલ્વે દેશના ઘણા વિસ્તારોની મુલાકાત લેવા માટે ઘણા પ્રકારના ટૂર પેકેજો લાવે છે. પરંતુ આ વખતે IRCTC દેશની અંદર નહીં પરંતુ વિદેશમાં મુસાફરી કરવા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. સિંગાપોર અને મલેશિયા જવા માટે આ પાંચ રાત અને છ દિવસનું ટૂર પેકેજ છે. આ ખાસ પેકેજમાં ઘણી વસ્તુઓ સામેલ છે.
સિંગાપોર અને મલેશિયામાં વિવિધ સંસ્કૃતિઓ એકસાથે જોઈ શકાય છે. જ્યાં મનોરંજન માટે અનેક સ્થળો છે. તેથી જ લોકો ત્યાં મુલાકાત લેવાનું આયોજન કરે છે.
IRCTC સિંગાપોરમાં ક્યાં પ્રવાસ કરશે?
IRCTCના આ વિદેશી ટૂર પેકેજમાં તમને ઘણી જગ્યાઓ પર લઈ જવામાં આવશે. આમાં સિંગાપોર ટૂર પેકેજમાં લિટલ ઈન્ડિયા, નાઈટ સફારી, મર્લિયન પાર્ક, સેન્ટોસા આઈલેન્ડ જેવા ઘણા પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે. આ સાથે આકર્ષણના અનેક કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવશે.
IRCTC મલેશિયામાં ક્યાં પ્રવાસ કરશે?
મલેશિયામાં પ્રથમ વખત સિટી ટૂર કરવામાં આવશે. જેમાં બટુ ગુફાઓ, જેન્ટિંગ હાઇલેન્ડ જેવા પ્રખ્યાત સ્થળોનો સમાવેશ કરવામાં આવશે.
યાત્રા ક્યારે શરૂ થશે?
આ યાત્રા 4 ડિસેમ્બરથી શરૂ થશે. જેની શરૂઆત દિલ્હીથી થશે. જે પછી તે તમને સિંગાપોર અને મલેશિયાના મુખ્ય સ્થળો પર લઈ જશે. આ ટૂર પેકેજમાં સિંગાપોરથી દિલ્હી પરત ફરવાનું ભાડું પણ સામેલ છે. આ સાથે, તમને વિદેશમાં તમારા રોકાણ માટે 3-સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળશે. આ સાથે ફૂડ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને અનુભવી ટૂર ગાઈડ પણ આપવામાં આવશે.
વિશેષતાઓ-
આ પેકેજમાં બે લોકોના શેરીંગમાં ભાડું 134950 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.
આના દ્વારા તમે ટેક્સમાં છૂટ પણ મેળવી શકો છો.
આ પેકેજનું બુકિંગ સરળ બનાવવા માટે, IRCTC એ Paytm અને Razorpay સાથે હાથ મિલાવ્યા છે.
ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું સરળ હપ્તામાં ચૂકવી શકાય છે.
ટિકિટ બુકિંગ IRCTCની સત્તાવાર વેબસાઇટ https://www.irctctourism.com દ્વારા કરી શકાય છે.
આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ એટલે કે પહેલા વહેલા તે પહેલાંની તર્જ પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે