નોર્થ ઇસ્ટ એક્સપ્રેસ બિહારમાં પાટા પરથી ઉતરી, 4ના મોત, સામે આવ્યું અકસ્માતનું કારણ!

બિહાર (Bihar) ના બક્સર (Buxar) માં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બક્સર જિલ્લાના રઘુનાથપુર જંકશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા છે જ્યારે 100થી વધુ મુસાફરો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત ગત રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસમાં થયો હતો.

નોર્થ ઇસ્ટ એક્સપ્રેસ બિહારમાં પાટા પરથી ઉતરી, 4ના મોત, સામે આવ્યું અકસ્માતનું કારણ!

North-East Express Derailed: બિહાર (Bihar) ના બક્સર (Buxar) માં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બક્સર જિલ્લાના રઘુનાથપુર જંકશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા છે જ્યારે 100થી વધુ મુસાફરો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત ગત રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ થયો હતો.આ દુર્ઘટનામાં ટ્રેનના વધુ છ કોચને નુકસાન થયું છે. અકસ્માત બાદ રેલ્વે અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા
મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે દાનાપુર-બક્સર રેલ્વે સેક્શન પર રઘુનાથપુર રેલ્વે સ્ટેશન નજીક 12506 ડાઉન નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી અને ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100 મુસાફરો ઘાયલ થયા છે. રેલ્વે અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે.

કેમ દુર્ઘટનાનો શિકાર બની ટ્રેન?
દુર્ઘટનાની માહિતી મળતાં જ ડુમરાઓના એસડીઓ કુમાર પંકજ અને બ્રહ્મપુર પોલીસ સ્ટેશન રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સામાન્ય લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. રેલવે સૂત્રોએ જણાવ્યું કે બક્સરથી ખુલ્યા બાદ નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ તેની સામાન્ય ગતિએ ચાલી રહી હતી. રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે પોઈન્ટ બદલતી વખતે ટ્રેન જોરદાર આંચકા સાથે અથડાઈ હતી.

જાહેર કર્યો હેલ્પલાઈન નંબર 
આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલ્વેએ ટ્રેન દુર્ઘટના બાદ પટના, દાનાપુર અને અરાહ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. આ ઉપરાંત કોમન હેલ્પલાઈન નંબર 7759070004 પણ જારી કરવામાં આવ્યો છે.

ડેપ્યુટી સીએમ તેજસ્વીએ જાહેર કર્યા નિર્દેશ 
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્રેન દુર્ઘટના બાદ આરોગ્ય અને આપત્તિ અધિકારીઓ સાથે વાત કરી અને ઘાયલોની સારવાર માટે બક્સર, અરાહ અને પટનાની હોસ્પિટલોને એલર્ટ જારી કર્યું છે. તો બીજી તરફ પૂર્વ મધ્ય રેલ્વેના જનરલ મેનેજર તરુણ પ્રકાશે કહ્યું કે, નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટનાનું કારણ શું હતું તેની રેલવે તપાસ કરશે. આ સિવાય ટ્રેન દુર્ઘટના બાદ બક્સરના સાંસદ અશ્વિની ચૌબે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news