કહાની સૌથી મોંઘા ડ્રાય ફ્રૂટની! પિસ્તા કેમ હોય છે આટલા મોંઘા? કારણ જાણીને ચોંકી જશો

Why Pistachios So Expensive: પિસ્તા (Pistachio)ને સૌથી મોંઘા ડ્રાય ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતું શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આટલા મોંઘા કેમ હોય છે. વિજ્ઞાન કહે છે કે પિસ્તાની ખેતી કરવી અને તેના ઝાડની દેખરેખ રાખવી સરળ હોતી નથી. પિસ્તાની કિંમત આટલી વધારે કેમ હોય છે અને તે કેટલા ફાયદાકારક છે.

કહાની સૌથી મોંઘા ડ્રાય ફ્રૂટની! પિસ્તા કેમ હોય છે આટલા મોંઘા? કારણ જાણીને ચોંકી જશો

 

 

Keywords:

નવી દિલ્લી: એક કિલો બદામના 720 રૂપિયા. 1 કિલો અખરોટના 720 રૂપિયા. અને એક કિલો પિસ્તાના 860 રૂપિયા. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે બીજા ડ્રાય ફ્રૂટ કરતાં પિસ્તાનો ભાવ કેમ વધારે હોય છે. પિસ્તાને કેમ સૌથી મોંઘા ડ્રાય ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતું શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આટલા મોંઘા કેમ હોય છે. વિજ્ઞાન કહે છે કે પિસ્તાની ખેતી કરવી અને તેના ઝાડની દેખરેખ રાખવી સરળ હોતી નથી. પિસ્તાની કિંમત આટલી વધારે કેમ હોય છે અને તે કેટલા ફાયદાકારક છે. પિસ્તાના ઝાડમાં ફળ આવતાં 15થી 20 વર્ષ લાગે છે. તે સિવાય અનેક એવા કારણ છે જેના કારણે તેની કિંમત વધારે હોય છે. અને ડિમાન્ડ પ્રમાણે તેની સપ્લાય પૂરી થતી નથી. કેલિફોર્નિયા અને બ્રાઝિલ સહિત અનેક ભાગમાં મોટાપાયે તેની ખેતી કરવામાં આવે છે.

15 વર્ષ પછી એક ઝાડમાંથી મળે છે 22 કિલો પિસ્તા:
સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટના વિશેષજ્ઞ આશીષ કુમારના જણાવ્યા પ્રમાણે 15થી 20 વર્ષ એક ઝાડને તૈયાર થયા પછી તેમાંથી બહુ ઓછા પ્રમાણમાં પિસ્તા મળે છે. સરેરાશ એક ઝાડમાંથી એક વર્ષમાં 22 કિલો પિસ્તા મળે છે. પિસ્તાની માગણી પ્રમાણે હંમેશા જ તેનું ઉત્પાદન ઘણું ઓછું વધારે રહે છે. બ્રાઝિલ જ એવો દેશ છે જ્યાંની સ્થિતિ થોડી અલગ છે. અહીંયા દર વર્ષે એક ઝાડમાંથી લગગ 90 કિલો પિસ્તાનું ઉત્પાદન કરવામાં આવે છે.

આથી વધી જાય છે પિસ્તાની કિંમત:
રિપોર્ટ પ્રમાણે પિસ્તાને વાવ્યા પછી 15થી 20 વર્ષ પછી તેમાં ફળ આવવાના શરૂ થાય છે. તેમાંથી જ પિસ્તા તૈયાર થાય છે. આટલા વર્ષો સુધી આ ઝાડની દેખરેખ રાખવી પડે છે. તેમાં ઘણો ખર્ચ થાય છે. દેખરેખ રાખ્યા પછી આ વાતની ગેરંટી હોતી નથી કે ઝાડમાંથી આશા પ્રમાણે પિસ્તા મળે. તેનું ઉત્પાદન કરવું એટલું સરળ હોતું નથી. તેના માટે વધારે પાણી, વધારે મજૂર, વધારે જમીન અને વધારે પૈસાની જરૂર હોય છે. જેના કારણે પિસ્તાની બજારમાં કિંમત વધારે હોય છે.

દર વર્ષે આટલું ઉત્પાદન થતું નથી:
ખેડૂતોને તેની ખેતી માટે  વધારે જમીન ખરીદવી પડે છે અને વધારે ઝાડ લગાવવા પડે છે. જોકે ઉત્પાદન બહુ ઓછું થાય છે. તેનાથી પણ વધારે ખાસ વાત એ છે કે ઝાડમાં દર વર્ષે પિસ્તા મળતાં નથી. તેનાથી ખેડૂતોને તેના બે ઝાડ લગાવવા પડે છે. જેમાંથી એક-એક વર્ષ છોડીને ઉત્પાદન થાય છે. જેના કારણે પૂરતાં ઝાડ હોવા છતાં માગ પ્રમાણે પિસ્તાનું ઉત્પાદન થઈ શકતુ નથી.

મોટાપાયે મજૂરોની પડે છે જરૂર:
પિસ્તાની ખેતી માટે મોટા પાયે મજૂરોની જરૂર પડે છે. એક-એક પિસ્તાને ઝાડ પરથી તોડવામાં આવે છે. અને સાફ કરવામાં આવે છે. ક્વોલિટી પ્રમાણે તેને અલગ કરવામાં આવે છે. તેની સફાઈ દરમિયાન તે પણ જોવામાં આવે છે કે કોની નિકાસ કરવી અને કોને રાખવા. આ રીતે સફાઈ દરમિયાન શ્રમિકોને આપવામાં આવતી મજૂરીનો ખર્ચ વધી જાય છે.

શું કામમાં આવે છે પિસ્તા:
પિસ્તામાં અનેક પ્રકારના પોષક તત્વ હોવાના કારણે તે ઘણું ઉપયોગી છે. તેમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામિન-બી6 અને  કોપર મળે છે. પિસ્તા વજન, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે આંખોને સ્વસ્થ રાખે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news