મોસ્કોમાં થયું હતું મોત, હવે દફનાવવામાં આવેલા બોડીને કબરમાંથી કાઢી ભારત લવાશે

રાજસ્થાનના જોધપુરની એક કોર્ટમાંથી મહત્વની જાણકારી સામે આવી. મામલો વિદેશ સાથે જોડાયેલો હોવાની સાથે સાથે સંવેદના ભરેલો હતો આથી ખબર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ.
મોસ્કોમાં થયું હતું મોત, હવે દફનાવવામાં આવેલા બોડીને કબરમાંથી કાઢી ભારત લવાશે

જોધપુર: રાજસ્થાનના જોધપુરની એક કોર્ટમાંથી મહત્વની જાણકારી સામે આવી. મામલો વિદેશ સાથે જોડાયેલો હોવાની સાથે સાથે સંવેદના ભરેલો હતો આથી ખબર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ.

રશિયાની સરકાર કબરમાંથી મૃતદેહ કાઢી પાછો આપશે
કોર્ટે એ જણાવ્યું કે રશિયાની સરકાર મોસ્કોમાં દફનાવવામાં આવેલા રાજસ્થાનના મૂળ રહીશ હિતેન્દ્ર ગરાસિયાના મૃતદેહને કબરમાંથી કાઢીને પાછો સોંપવા માટે રાજી થઈ ગઈ છે. હિતેન્દ્ર વર્ક વિઝા પર મોસ્કો ગયો હતો અને ત્યાંના એક પાર્કમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જસ્ટિસ દિનેશ મહેતાએ નિર્દેશ આપ્યા કે રશિયાની સરકાર પાસેથી મૃતદેહ મળ્યા બાદ કેન્દ્ર સરકાર અને રાજસ્થાન સરકાર એ અંગે વ્યવસ્થા કરશે કે જેમ બને તેમ જલદી મૃતદેહ પરિજનો પાસે ઉદયપુરના ગોદવા ગામમાં પહોંચાડવામાં આવે. 

આ કારણે થયો વિલંબ
સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ આર ડી રસ્તોગીએ ભારતીય દૂતાવાસને મળેલા રશિયા સરકારના પત્રાચારનો હવાલો આપતા કોર્ટને જણાવ્યું કે રશિયામાં શિયાળુ વેકેકશન હોવાના કારણે મૃતદેહ અધિકૃત અધિકારીને સોંપાઈ શક્યો નથી. 

અત્રે જણાવવાનું કે ગરાસિયા ગત વર્ષ જુલાઈમાં મોસ્કોમાં એક પાર્કમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. રશિયાની સરકારે આ મૃતદેહને ત્યાં જ દફનાવી દેવાનો નિર્ણય કર્યો હતો આવામાં મૃતકના પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ભારત લાવવાની વ્યવસ્થા કરવા માટે રાજસ્થાન હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news