નેપાળમાં અચાનક સોનુ નિગમની તબિયત લથડી: તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાયો

બોલિવુડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમની પીઠમાં અચાનક દર્દ થવાનાં કારણે તેને તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

નેપાળમાં અચાનક સોનુ નિગમની તબિયત લથડી: તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાયો

નવી દિલ્હી : બોલિવુડનાં પ્રખ્યાત પ્લે બેક સિંગર સોનુ નિગમની પીઠમાં દુખાવો થવાનાં કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોનુ નેપાળનાં પોખરામાં કોન્સર્ટ માટે પહોંચ્યો હતો જ્યાં તેની પીઠમાં દુખાવો થયો હતો. તેને કાઠમાંડુના નોર્વિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડેક્કન ક્રોનિકલનાં એક રિપોર્ટ અનુસાર હોસ્પિટલનાં કોરપોર્ટે કોમ્યુનિકેશનનાં ડેપ્યુટી જનરલ મેનેજર આરપી મૈલાનીએ આ સમાચારની પૃષ્ટી કરી છે. 

મૈનાલીએ જણાવ્યું કે, તેમને હોસ્પિટલમાં વીઆઇપી લોન્જમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને પીઠમાં એક્યુટ બેક પેઇન થયો હતો. MRI કરવામાં આવી ચુક્યો છે અને અમે રિપોર્ટ્સની રાહ જોઇ રહ્યા છીએ। રિપોર્ટ બાદ માહિતી મળશે કે આગળ તેમને શું ટ્રિટમેન્ટ આપવામાં આવવી જોઇએ. રિપોર્ટ અનુસાર ડોક્ટર પંકા જલન અને ડોક્ટર પ્રવીણ તેની સારવાર કરી રહ્યા છે. 

પુલવામા હુમલા બાદ સોનુ નિગમે સોશિયલ મીડિયા પર આ અંગે પોતાના વિચાર મુક્યા હતા. સોનુ બોલિવુડનાં તે કલાકારો પૈકી છે જે દરેક મુદ્દે મુક્ત પણે પોતાના વિચાર વ્યક્ત કરે છે. સોનુ નિગમે સવાલ પુછ્યા કે જવાનોની શહાદતનો અફસોસ તમે શા માટે મનાવી રહ્યા છો ? તમે તો ભારત તેરે ટુકડે હોગે ... જેવી વિચારસરણી ધરાવતા સેક્યુલર લોકો છો. તમારે શહીદો માટે ચિંતિત થવાની કોઇ જ જરૂર નથી. 

એલર્જીના કારણે હોસ્પિટલમાં દાખલ થયો હતો.
સોનુ નિગમ આ અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારે તેને આંખમાં એલર્જીના કારણે દાખલ થવું પડ્યું હતું. સમાચાર છે કે સી ફુડ ખાવનાં કારણે તેની આંખમાં સમસ્યા સર્જાઇ હતી. ત્યાર બાદ તેને મુંબઇમાં આયોજીત થનારા તેના તમામ શો રદ્દ કરવા પડ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news