તાકાત હોય તો આ ઢીંગલીને ઓળખી બતાવો, આજે અડધી દુનિયા તેની મુઠ્ઠીમાં છે

Queen Elizabeth II Birthday: ધ રોયલ ફેમિલાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં 2 વર્ષના ક્વીન એલિઝાબેથ સેકન્ડની તસવીર છે. આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

તાકાત હોય તો આ ઢીંગલીને ઓળખી બતાવો, આજે અડધી દુનિયા તેની મુઠ્ઠીમાં છે

Royal Family Queen Elizabeth II:બ્રિટનના શાહી પરિવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 96 મા જન્મદિનના પ્રસંગે તેમની એક તસવીર શેર કરી છે. રોયલ ફેમિલીના અધિકારિક ટ્વિટર એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરાયેલી મોનોક્રોમ તસવીર 2 વર્ષની રાજકુમારી એલિઝાબેથની છે. આ તસવીર 1928 ના વર્ષની છે. આ તેમા બાળપણની તસવીર છે. 

ધ રોયલ ફેમિલીએ ટ્વિટર પર શેર કરી તસવીર
ટ્વિટર પર શેર કરાયેલી તસવીર ધ રોયલ ફેમિલી દ્વારા જાહેર કરાઈ છે. જેમાં કેપ્શનમાં લખાયુ છે કે, જન્મદિવસની શુભેચ્છાઓ મહામહિમ, આજે જ્યારે તમે 96 વર્ષના થઈ ગયા છો, તો 2 વર્ષની રાજકુમારી એલિઝાબેથની આ તસવીર શેર કરી રહ્યાં છીએ. તે સમયે 1928 માં ક્યારેય આશા ન હતી કે તેઓ રાણી બનશે. આ વર્ષે મહામહિમ પોતાની પ્લેટિનમ જ્યુબિલી ઉજવી રહ્યાં છે. બ્રિટનના ઈતિહાસમાં પહેલીવાર. 

Today as The Queen turns 96, we’re sharing this photograph of the young Princess Elizabeth aged 2.

Then, in 1928, it was never expected she would be Queen, and this year Her Majesty is celebrating her #PlatinumJubilee - a first in British history. pic.twitter.com/DnwsMU81I3

— The Royal Family (@RoyalFamily) April 21, 2022

21 એપ્રિલના રોજ જન્મદિવસ
મહારાણી સિંહાસન પર 70 વર્ષની પ્લેટિનમ જ્યુબિલી ઉજવનાર પહેલા સમ્રાટ બનવાની અભૂતપૂર્વ ઉપલબ્ધિ મેળવી છે. દર વર્ષે 21 એપ્રિલના રોજ મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામા આવે છે. સાથે જ સાથે પરિવારમાં દર વર્ષે જૂનના બીજા શનિવારને અધિકારિક ઉત્સવના રૂપમાં સેલિબ્રેટ કરવામા આવે છે.  

ઉલ્લેખનીય છે કે, મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પિતાના મૃત્યુ 6 ફેબ્રુઆરી, 1952 ના રોજ થયુ હતું. જેના બાદ 2 જૂન, 1953 ના રોજ તેમણે બ્રિટનના મહારાણીનો તાજ પહેર્યો હતો. ક્વીન એલિઝાબેથ દ્વિતીય 25 વર્ષની ઉંમરમાં બ્રિટનના મહારાણી બન્યા હતા. આ વર્ષ પારંપરિક સૈન્ય પરેડ, ટ્રુપિંગ ધ કલર ગુરુવાર 2 જૂનના રોજ પ્લેટિનમ જ્યુબિલીની સાથે અધિકારિક જન્મદિનને ચિન્હિત કરાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news