Pakistan થઈ ગયું કંગાળ! દૂતાવાસ થયા ખાલી, પગાર ન મળતાં નોકરી છોડી રહ્યા છે સરકારી કર્મચારીઓ!

પાકિસ્તાનની કંગાળીથી વિદેશમાં રહેલા પાકિસ્તાની દૂતાવાસ પણ બેહાલ થઈ ગયા છે. અમેરિકામાં આવેલ પાકિસ્તાની દૂતાવાસની પાસે એટલાં પૈસા નથી કે સ્ટાફને પગાર આપી શકે. સ્ટાફને પગાર આપવા માટે લોનનો સહારો લેવો પડી રહ્યો છે.

Pakistan થઈ ગયું કંગાળ! દૂતાવાસ થયા ખાલી, પગાર ન મળતાં નોકરી છોડી રહ્યા છે સરકારી કર્મચારીઓ!

નવી દિલ્હીઃ પાકિસ્તાનની કંગાળીથી વિદેશમાં રહેલા પાકિસ્તાની દૂતાવાસ પણ બેહાલ થઈ ગયા છે. અમેરિકામાં આવેલ પાકિસ્તાની દૂતાવાસની પાસે એટલાં પૈસા નથી કે સ્ટાફને પગાર આપી શકે. સ્ટાફને પગાર આપવા માટે લોનનો સહારો લેવો પડી રહ્યો છે.

પાકિસ્તાનના હાલના પ્રધાનમંત્રી ઈમરાન ખાન જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે દેશના લોકોને નવા પાકિસ્તાનનો વાયદો આપ્યો હતો. નવું પાકિસ્તાન તો ઈમરાન ખાન ન બનાવી શક્યા પરંતુ તે દેશને કંગાળીના માર્ગે જરૂર લઈ જઈ રહ્યા છે. હાલમાં તેમણે નિવેદન આપ્યું હતું કે તેમની પાસે દેશને ચલાવવા માટે પૈસા નથી. અને દેશ પર દેવાનું ભારણ વધતું જઈ રહ્યું છે. તેની વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિદેશમાં રહેલા પાકિસ્તાની દૂતાવાસ કંગાળ બની ગયા છે. અમેરિકામાં આવેલા પાકિસ્તાની દૂતાવાસની પાસે એટલા પૈસા નથી કે તે સ્ટાફને પૂરતો પગાર આપી શકે.

દૂતાવાસના એક સ્ટાફે છોડી દીધી નોકરી:
પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ધ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની દૂતાવાસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લગભગ પાંચ કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી પગાર મળ્યો નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાંચમાંથી એક સ્ટાફ, જે 10 વર્ષથી દૂતાવાસમાં નોકરી કરી રહ્યો હતો, તેમને પગારમાં મોડું થતાં તેમણે નોકરી છોડી દીધી છે.

સ્થાનિક કર્મચારીઓને મળતો નથી કોઈ વિશેષાધિકાર:
પાકિસ્તાની દૂતાવાસના આ સ્થાનિક કર્મચારીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમેરિકાની ન્યૂનતમ સેલરીના હિસાબથી કર્મચારીઓને 2000થી 2500 ડોલર પ્રતિ મહિને આપવાના હોય છે. દૂતાવાસમાં નિયુક્ત સ્થાનિક કર્મચારી ભલે તે પરમેનન્ટ હોય કે કોન્ટ્રાક્ટ પર તેમને વિદેશી કર્મચારીઓની જેમ વિશેષાધિકાર મળતો નથી. આ સ્થાનિક સ્ટાફને કાઉન્સેલર સેક્શનમાં વિઝા, પાસપોર્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સાથે-સાથે અમેરિકામાં રહેનારા પાકિસ્તાનીઓની મદદ માટે નિયુક્ત કરવામાં આવે છે. આવા કર્મચારીઓને પગાર પાકિસ્તાન કમ્યૂનિટી વેલફેર ફંડમાંથી મળે છે. આ ફંડ સ્થાનિક સર્વિસ ફંડમાંથી આવે છે.

સ્ટાફને સેલરી આપવા માટે લેવી પડે છે લોન:
રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન દૂતાવાસ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે PCW ફંડ ગયા વર્ષે જ ખાલી થઈ ગયું હતું. કોવિડ-19 મહામારી દરમિયાન તે પૈસાનો ઉપયોગ કરીને વેન્ટિલેટર્સ અને મેડિકલ ઉપકરણ ખરીદવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્ટાફને પગાર આપવા માટે લોન લેવી પડી રહી છે. રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે સ્થાનિક કર્મચારીઓએ ઓક્ટોબરમાં પગારને લઈને દૂતાવાસને એક પત્ર લખ્યો હતો. દૂતાવાસે આ મામલાને સતત ઈસ્લામાબાદના વિદેશ કાર્યાલયમાં ઉઠાવ્યો હતો. જેના કારણે ગયા અઠવાડિયે જ બધા સ્ટાફને પગાર મળ્યો છે.

સર્બિયામાં પાકિસ્તાની દૂતાવાસની સ્થિતિ કંગાળ:
ગયા અઠવાડિયે જ સર્બિયામાં પાકિસ્તાની દૂતાવાસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરીને પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર નિશાન સાધવામાં આવ્યું હતું. ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે મોંઘવારી તમામ રેકોર્ડ તોડી રહી છે. ઈમરાન ખાન, તમે ક્યાં સુધી આશા રાખો છો કે અમે સરકારી અધિકારી ત્રણ મહિનાથી પગાર વિના ચૂપચાપ તમારા માટે કામ કરતા રહીએ? અમારા બાળકો સ્કૂલ છોડવા માટે મજબૂર છે. કેમ કે અમારી પાસે પૈસા નથી. શું આ નવું પાકિસ્તાન છે? જોકે પછી પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દૂતાવાસનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news