UNએ 'સોટી મારતા' આખરે મસૂદ પર કાર્યવાહી કરવા મજબુર થયું પાકિસ્તાન

પાકિસ્તાને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયા બાદ તેની સંપત્તિઓ સીલ કરવાની અને તેની મુસાફરી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ બહાર પાડ્યો છે. પાકિસ્તાનમાં રહેતા અઝહરને હથિયારો ખરીદી-વેચાણ ઉપર પણ પ્રતિબંધ લાગ્યો છે. 
UNએ 'સોટી મારતા' આખરે મસૂદ પર કાર્યવાહી કરવા મજબુર થયું પાકિસ્તાન

ઈસ્લામાબાદ: પાકિસ્તાને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયા બાદ તેની સંપત્તિઓ સીલ કરવાની અને તેની મુસાફરી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ બહાર પાડ્યો છે. પાકિસ્તાનમાં રહેતા અઝહરને હથિયારો ખરીદી-વેચાણ ઉપર પણ પ્રતિબંધ લાગ્યો છે. 

ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા પર સંયુક્ત રાષ્ટ્રની પ્રતિંબધ સમિતિએ બુધવારે અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. જૈશે ફેબ્રુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના પુલવામાના સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. 

જુઓ LIVE TV 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં કહ્યું કે, "સંઘ સરકારને આ આદેશ આપતા આનંદ થાય છે કે અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ 2368(2017)નું સંપૂર્ણ રીતે પાલન કરાશે."

સરકારે અધિકારીઓને નોટિફિકેશનના આધારે જૈશના ચીફ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news